07 March, 2019 02:44 PM IST |
'કલંક'નો ફર્સ્ટ લુક રિલીઝ
વરૂણ ધવન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મને લઈને ચર્ચામાં છે. ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરની શૂટિંગ માટે લંડનમાં છે જ્યા 40 દિવસનો શેડ્યૂલ છે. લંડન જવા પહેલા વરૂણે ફિલ્મ કલંકની શૂટિંગ પૂરી કરી હતી અને એના ફેન્સને હવે ફિલ્મના ટ્રેલરની રાહ છે. તો વરૂણ ધવન પોતાના ફેન્સને ખુશ કરવા માટે એક ખાસ કામ કરવા જઈ રહ્યા છે. જ્યા કરણ જોહરે પોતાની આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરી દીધો છે.
ફિલ્મ કલંકની શૂટિંગ વરૂણ ધવને પૂરી કરી લીધી છે. આ ફિલ્મની શૂટિંગને પૂરી કર્યા બાદ જ લંડનમાં આગામી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરની શૂટિંગ માટે રવાના થયા હતા. વરૂણના ફેન્સ કલંકની ઝલક જોવા બેકરાર છે. તો પોતાના ફેન્સ માટે વરૂણ ધવન 24 કલાક માટે મુંબઈ આવશે. તે પોતાની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરની શૂટિંગથી સમય કાઢીને લંડનથી મુંબઈ 24 કલાક માટે આવશે અને 12 માર્ચે કલંકનું ટ્રેલર લૉન્ચ કરશે. સૂત્રોથી મળેલી જાણકારી મુજબ લંડન શેડ્યૂલ ઘણું હેક્ટિક છે. એટલે વરૂણે નક્કી કર્યું કે તે એક દિવસ માટે મુંબઈ આવશે. જોકે ફેને વરૂણને ટ્વિટ કરતા લખ્યું તે ફર્સ્ટ લુક જોવા માટે ઉત્સાહી છે. એના જવાબમાં વરૂણે વચન આપ્યું કે તે જલદી જ આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે ફિલ્મ કલંકમાં માધુરી દીક્ષિતની જગ્યા પહેલા શ્રીદેવી કામ કરી રહી હતી પરંતુ અચાનક એમની મૃત્યુ થવાને કારણે આ ફિલ્મ માધુરી દીક્ષિતને મળી. કરણ જોહરના પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મ કલંકના માધ્યમથી માધુરી દીક્ષિત અને સંજય દત્ત 20 વર્ષોના બાદ એકબીજા સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં આ બન્ને સિવાય વરૂણ ધવન અને આલિયા ભટ્ટની પણ મહત્વની ભૂમિકા છે. સંજય દત્ત અને માધુરી દીક્ષિત, ખલનાયક ફિલ્મ બાદ આ ફિલ્મમાં સાથે નજર આવશે. એ સિવાય ફિલ્મમાં આદિત્ય રૉય કપૂર, સોનાક્ષી સિન્હા, કુણાલ ખેમૂ અને કિઆરા આડવાણી પણ મહત્વ ભૂમિકામાં નજર આવશે. જ્યાં આલિયા અને વરૂણની એકબીજા સાથે આ ચોથી ફિલ્મ હશે. બન્ને એ 'સ્ટૂડન્ટ ઑફ ધ ઈર', 'હમ્પટી શર્મા કી દુલ્હનિયા' અને 'બદ્રીનાથ કી દુલ્હનીયા' જેવી હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.