કરણ જોહર અને ગૌરી ખાને રીક્રિએટ કર્યું 'કુછ કુછ હોતા હૈ' પોસ્ટર...

11 December, 2019 06:04 PM IST  |  Mumbai Desk

કરણ જોહર અને ગૌરી ખાને રીક્રિએટ કર્યું 'કુછ કુછ હોતા હૈ' પોસ્ટર...

બોલીવુડ ડાયરેક્ટર, પ્રૉડ્યૂસર અને ફિલ્મમેકર કરણ જોહર અને બોલાવુડના બાદશાહ શાહરુખ ખાન ઘણાં સારા મિત્રો છે. બન્નેની મિત્રતા સ્પષ્ટ રીતે જોવા મળે છે. તાજેતરમાં જ એક તસવીર સામે આવી છે જેમાં કરણ જોહર શાહરુખ ખાનની ફિલ્મ કુછ કુછ હોતા હૈના એક સીનને રીક્રિએટ કરતો દેખાય છે. આને જોઇને શાહરુખે પણ રસપ્રદ પ્રતિક્રિયા આપી છે.

તાજેતરમાં જ પ્રૉડ્યૂસર બિન્દ્રાપાલ અમૃતની એક પાર્ટીમાં પહોંચ્યા હતા. આ પાર્ટીની થીમ 90ના દાયકામાં આવેલી ફિલ્મોની રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં કરણ જોહરે અન્ય કોઇ ફિલ્મ નહીં પણવર્ષ 1998માં આવેલી પોતાની ફિલ્મ કુછ કુછ હોતા હૈને રીક્રિએટ કરી હતી. આ ફિલ્મમાં રાની મુખર્જી, શાહરુખ ખાન અને કાજોલે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.

ફિલ્મના પોસ્ટરને રીક્રિએટ કરતાં કરણ જોહરે પોતે શાહરુખ ખાનની સ્ટાઇલ કૅરી કરી હતા. ગૌરી ખાને રાની મુખર્જીનો રોલ પ્લે કર્યો અને કાજલ આનંદે કાજોલ જેવા કપડાં પહેર્યા હતા.

આ થીમ પાર્ટીની તસવીર શૅર કરતાં કરણ જોહર લખે છે કે, બ્રેકિંગ ન્યૂઝ, અમે અમારા મિત્ર બિન્દ્રાપાલ અમૃતની 90ઝ થીમ પાર્ટી અટેન્ડ કરી, કુછ કુછ હોતા હૈ આ અમારી માટે છે, ગૌરી ખાને પોતાની અંદર ટીના બતાવી છે, પુલ્ટૂ (કાજલ આનંદ)એ અંજલીની, અને મને શાહરુખ ખાન બનવું પડ્યું. શાહરુખ ખાનની અમારા પોસ્ટર પર શરમજનકતાની સાથે ફોટો બૉમ્બિંગ જોવું ન ભૂલવું.

હકીકતે કરણ જોહરે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી આ પોસ્ટર રીક્રિએશનની ત્રણ તસવીરો શૅર કરી છે. આમાં ત્રીજી તસવીરમાં થીમ રીક્રિએટ થતા શાહરુખ ખાન પરેશાન થઈને ઉભેલો દેખાય છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

આ સિવાય જાન્હવી કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્વેતા બચ્ચન પણ બોલીવુડ ફિલ્મોની થીમને રીક્રિએટ કરતાં દેખાયા હતા. શ્વેતા બચ્ચને પિતા અમિતાભ બચ્ચનના જુમ્મા-ચુમ્મા ગીતનો લુક કૅર કર્યો હતો.

Shah Rukh Khan karan johar gauri khan bollywood kuch kuch hota hai bollywood gossips bollywood news