ભારતીય ફિલ્મોને પાકિસ્તાનમાં રિલીઝ ન કરવી જોઈએ : કંગના

05 March, 2019 09:32 AM IST  | 

ભારતીય ફિલ્મોને પાકિસ્તાનમાં રિલીઝ ન કરવી જોઈએ : કંગના

કંગના રનોટ

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ આવી ગયો છે. આ કારણસર બૉલીવુડના કેટલાક પ્રોડ્યુસરોએ તેમની ફિલ્મોને પાકિસ્તાનમાં રિલીઝ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ પાકિસ્તાની આર્ટિસ્ટને બૅન કરવામાં આવ્યા છે. કંગનાની છેલ્લી ફિલ્મ ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ને પણ પાકિસ્તાનમાં રિલીઝ કરવામાં આવી હતી. આ વિશે પૂછતાં કંગનાએ કહ્યું હતું કે ‘ફિલ્મને જ્યારે ડિસ્ટિÿબ્યુટ કરવામાં આવે છે ત્યારે એની ડિજિટલ કૉપી હોય છે. જોકે ભવિષ્યમાં ફિલ્મની રિલીઝને અટકાવી શકાય છે. આ કૉપી તેમની પાસેથી પાછી લાવવા માટે આર્મીને મોકલવી પડે એમ છે. જોકે આપણે ઍર દ્વારા એ મોકલી પણ હતી, પરંતુ તેઓ મારી ડિજિટલ કૉપી નહોતા લાવ્યા.’

આ પણ વાંચો : અનિલ કપૂર, આદિત્ય રૉય કપૂર, દિશા અને કુણાલ જોવા મળશે મલંગમાં

વુમન વૉરિયરની ટ્રિલોજી માટે હજી બે ફિલ્મ બનાવશે કંગના રનોટ

કંગના રનોટ હવે વુમન વૉરિયરની ટ્રિલોજી પર હજી બે ફિલ્મો બનાવવાની છે. બૉક્સ-ઑફિસ પર ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’એ સારો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ સાથે મળીને ટ્રિલોજી બનાવવા માગતી કંગનાએ કહ્યું હતું કે ‘હું વુમન વૉરિયર પર આધારિત હજી બે ફિલ્મ બનાવવાની છું. એથી મારી ટ્રિલોજી પૂરી થશે. ‘મણિકર્ણિકા...’ પહેલો ભાગ હતો. હવે દુર્ગાવતી અથવા તો રઝિયા સુલ્તાન પર ફિલ્મ બનાવીશ. તેમનાં જેવી ઘણી મહિલાઓ છે જેના પર ફિલ્મો બનાવી શકાય એમ છે.’

kangana ranaut pakistan india pulwama district terror attack bollywood news