કરણ જોહર સ્વતંત્રતા દિવસ પર મેલબોર્નમાં ફરકાવશે તિરંગો

30 July, 2019 08:56 PM IST  | 

કરણ જોહર સ્વતંત્રતા દિવસ પર મેલબોર્નમાં ફરકાવશે તિરંગો

ભારતીય સિનેમાના રોમેન્ટીક ડિરેક્ટર કરણ જોહર આ વર્ષે સ્વાતંત્ર દિવસે મેલબોર્નમાં ભારતનો તિરંગો લહેરાવશે. કરણ જોહર ઓગસ્ટમાં યોજાનારા ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલ ઓફ મેલબર્નનો હિસ્સો બનશે અને તેની તૈયારીઓ પણ પૂરી થઈ ચૂકી છે. ધ ફેડરેશન સ્ક્વેયરમાં ભારતીય સમુદાયની જનસંખ્યા વધારે છે અને આજ કારણ છે કે મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક આદાન-પ્રદાન માટે ભારતીય ફિલ્મો અને ભારતીય કલાકારો દર વર્ષે ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બને છે.

ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓસ્ટ્રેલિયાના દક્ષિણ ધ્રુવમાં યોજાતું સૌથી મોટુ ફિલ્મ ફેસ્ટીવલ છે જ્યા ભારતના તિંરગાને લહેરાવવામાં આવે છે અને આજ કારણ છે કરણ જોહર સ્વતંત્રતા દિવસના મોકા પર વિદેશમાં તિરંગો ફરકાવશે. 10 દિવસ ચાલનારા આ ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં ભારતીયોની હાજરી રહેશે અને 11 ઓગસ્ટે ઝંડો લહેરાવશે.

આ પણ વાંચો: Sahoo:એન્ની સોણી ગીતનું ટીઝર આઉટ,પ્રભાસ-શ્રદ્ધાનો રોમેન્ટિક અંદાજ છવાયો

વિદેશમાં દેશનો તિરંગો લહેરાવવા વિશે કહે છે કે, સ્વતંત્ર્ય દિવસે મેલબોર્ન જેવી સિટીમાં મનાવવા માટે ઘણો ઉત્સાહિત છું. મારા માટે ગર્વની વાત છે કે દેશને રિપ્રઝેન્ટ કરવાનો મોકો મને મળી રહ્યો છે એ પણ ખાસ સ્વાતંત્ર્યના દિવસ. સ્વતંત્ર્યના દિવસ વિદેશી ધરતી પર તિરંગો લહેરાવો સૌભાગ્યની વાત છે.

karan johar gujarati mid-day