જ્હાનવી કપુરનું ભાઇ અર્જુન કપુર સાથે છે ખાસ બોન્ડીંગ

11 August, 2019 06:46 PM IST  | 

જ્હાનવી કપુરનું ભાઇ અર્જુન કપુર સાથે છે ખાસ બોન્ડીંગ

અભિનેત્રી શ્રીદેવીના મૃત્યુ બાદ પુત્રી જ્હાનવી કપૂર અને ખુશી કપૂર સાથે અર્જુન કપૂરના સંબંધો સુધરવા લાગ્યા છે. આ ઘટના બાદ કપૂર ભાઈ-બહેનોના સંબંધોમાં અલગ રંગ જોવા મળી રહ્યો છે અને તેમની બોન્ડીંગ વધારે સારી થઈ ગઈ છે. અર્જુન કપૂર બહેનો સાથે ડિનરથી લઈને વેકેશન માણવા સુધી વ્યસ્ત સિડ્યૂલમાંથી સમય કાઢી લે છે અને મસ્તી કરતા હોય છે. કપૂર ભાઈ-બહેનો અવારનવાર તેમના આઉટીંગના ફોટોઝ શેર કરતા હોય છે.

હાલમાં જ અંશુલાએ ઈન્સ્ટાગ્રામ પર અર્જુન કપૂર અને બન્ને બહેનો સાથેનો ફોટોઝ શૅર કર્યો હતો. આ ફોટોમાં અશુલાએ કેપ્શનમાં હાર્ટ ઈમોજી મૂકી છે. ફોટોમાં અંશુલા અને જ્હાનવી બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે જ્યારે અર્જુન કપૂર બ્લૂ આઉટફિટમાં જોવા મળી રહ્યો છે. ખુશી પણ બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટમાં દેખાી રહી છે.

આ પણ વાંચો: શાહરૂખ ખાનની વેનિટી વેનનું બાથરૂમ છે આટલુ મોટુ, સ્વરા ભાસ્કરે કર્યો ખુલાસો

ઉલ્લેખનીય છે કે, અર્જુન કપૂર, મલાઈકા અરોરા અફેરને લઈને અવારનવાર ચર્ચામાં પહેતા હોય છે. અર્જુન કપૂર-મલાઈકાએ થોડા સમય પહેલા જ તેમના સંબંધોને ઓફિશિયલ જાહેર કર્યો હતો. અર્જુન કપૂર મલાઈકા સાથે ડિનર પર જતા, વેકેશન મનાવતા ઘણી વાર દેખાયા છે. કેટલાક સમયથી બન્નેના લગ્નની પણ વાતો બહાર આવી હતી જો કે અર્જુન કપૂરે સ્પષ્ટતા કરી હતી કે, અત્યાર સુધી લગ્ન માટે કોઈ પણ પ્લાન નથી. તે બહેન અંશુલાના શેટલ થવા સુધી લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી.

arjun kapoor jhanvi kapoor gujarati mid-day