જૅકલિન મિસિસ સિરિયલ કિલર દ્વારા ડિજિટલ મીડિયમમાં એન્ટ્રી કરશે

02 March, 2020 06:25 PM IST  |  મુંબઈ

જૅકલિન મિસિસ સિરિયલ કિલર દ્વારા ડિજિટલ મીડિયમમાં એન્ટ્રી કરશે

જેકલિન ફર્નાન્ડિઝિ (File photo)

જૅકલિન ફર્નાન્ડિસ પણ બહુ જલદી ડિજિટલ પ્લૅટફૉર્મ પર જોવા મળશે. જૅકલિન છેલ્લે ‘રેસ ૩’માં જોવા મળી હતી અને હાલમાં તે ‘ડ્રાઇવ’માં સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરી રહી છે. ડિજિટલ પ્લૅટફૉર્મ તરફ ઘણી સેલિબ્રિટીઝ પ્રયાણ કરી રહી છે. અક્ષયકુમાર બાદ હવે જૅકલિન પણ આ તરફ જઈ રહી છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘મિસિસ સિરિયલ કિલર’ માટે જૅકલિનની પસંદગી કરવામાં આવી છે. આ એક ડિજિટલ ફિલ્મ છે જેને શિરીષ કુંદર ડિરેક્ટ અને ફારાહ ખાન પ્રોડ્યુસ કરી રહી છે. આ એક મર્ડર પર આધારિત ફિલ્મ છે. આ વિશે જૅકલિને ટ્વીટ કર્યું કે ‘નેટફ્લિક્સની ઇન્ડિયા ઓરિજિનલ ફિલ્મ ‘મિસિસ સિરિયલ કિલર’ વિશે જાહેરાત કરીને મને ખૂબ જ ખુશી થાય છે. આ ફિલ્મને લઈને ખૂબ જ આતુર છું.’

આ પણ વાંચોઃ પ્રાચી શાહ પંડયાઃસાડીમાં ગોર્જિયસ લાગે છે આ ગુજરાતી એક્ટ્રેસ

jacqueline fernandez bollywood