જૅકલિન ફર્નાન્ડિસના ઇન્સ્ટાગ્રામ પર 30 મિલ્યન ફૉલોઅર્સ થયાં

09 July, 2019 09:24 AM IST  | 

જૅકલિન ફર્નાન્ડિસના ઇન્સ્ટાગ્રામ પર 30 મિલ્યન ફૉલોઅર્સ થયાં

જૅકલિન ફર્નાન્ડિસ

જૅકલિન ફર્નાન્ડિસનાં ઇન્સ્ટાગ્રામ પર ૩૦ મિલ્યન ફૉલોઅર્સ થતાં તેણે ફૅન્સને થૅન્ક યુ કહ્યું છે. પોતાની ખુશી વ્યક્ત કરતાં જૅકલિને એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ વિડિયોમાં તેની પહેલેથી લઈને અત્યાર સુધીની મુસાફરી જોવા મળી રહી છે. આ વિડિયોમાં તેની ફિલ્મનાં કેટલાક દૃશ્યો પણ ઉમેરવામાં આવ્યા હતાં. તે તેના ફૅન્સને મળીને તેમનો આભાર વ્યક્ત કરતાં પણ જોવા મળી રહી છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જૅકલિને કૅપ્શન આપી હતી કે ‘શું આપણે એક ક્ષણ માટે આપણી મોટી ફૅમિલીની પ્રશંસા કરી શકીએ છીએ? મારી જર્નીમાં, ખાસ કરીને મારા દરેક ઉતાર-ચડાવમાં મને સાથ આપવા માટે હું એ દરેક વ્યક્તિને થૅન્ક યુ, થૅન્ક યુ, થૅન્ક યુ, કહેવા માગું છું.

આ પણ વાંચો: સુપર 30નાં સ્ટુડન્ટ્સ ખૂબ જ અદ્ભુત છે : હૃતિક રોશન

મારી આ ક્રૅઝી જર્નીમાં તમે મારા સૌથી સારા અને મોટા સપોટર્સ રહ્યાં છો. હૅપીનેસ હંમેશાંથી મારો સુપર પાવર રહ્યો છે. હું ચાહું છું કે તમે સૌ કોઈ બેસ્ટ લાઇફ પસાર કરો. આશા રાખું છું કે આપણે એક બીજાને સતત પ્રેરણાં આપતાં રહીએ અને સાથ- સહકાર પણ આપતાં રહીએ. લવ યુ ઇન્સ્ટાફૅમ! #30 મિલ્યન.’

jacqueline fernandez bollywood news