Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુપર 30નાં સ્ટુડન્ટ્સ ખૂબ જ અદ્ભુત છે : હૃતિક રોશન

સુપર 30નાં સ્ટુડન્ટ્સ ખૂબ જ અદ્ભુત છે : હૃતિક રોશન

09 July, 2019 09:17 AM IST | મુંબઈ

સુપર 30નાં સ્ટુડન્ટ્સ ખૂબ જ અદ્ભુત છે : હૃતિક રોશન

સુપર 30

સુપર 30


હૃતિક રોશન તેની ‘સુપર 30’નાં સ્ટુડન્ટ્સને પહેલીવાર મળીને ખૂબ જ મોહિત થયો હતો. આ સ્ટુડન્ટ્સને બાદમાં તેની ‘સુપર 30’માં કાસ્ટ કરવામાં આવ્યા હતાં. તેમની સાથે થયેલી પહેલી મુલાકાતનો વિડિયો હૃતિકે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ વિડિયોમાં સ્ટુડન્ટ્સ તેની સાથે નાચતાં અને ચર્ચા કરતાં જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મ બિહારનાં પટણાનાં ગણિતશાસ્ત્રી આનંદ કુમારનાં જીવન પર આધારિત છે. તેમનાં પાત્રને હૃતિકે ભજવ્યું છે. ૧૨ જુલાઈએ રિલીઝ થનારી આ ફિલ્મને વિકાસ બહલે ડિરેક્ટ કરી છે.

આ પણ વાંચો : Batla Houseનું નવું ટીઝર રિલીઝ, જૉન અબ્રાહમે ઉઠાવ્યો મોટો સવાલ



સ્ટુડન્ટ્સ સાથેની મુલાકાતનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હૃતિકે કૅપ્શન આપી હતી કે ‘હું જ્યારે આ રૂમમાં પ્રવેશ્યો ત્યારે મને સ્વપનેય ખ્યાલ નહોતો કે હું ટૅલન્ટથી ભરપૂર એવા અદ્ભુત કલાકારોની સામે ઊભો છું, જેમણે હંમેશાં માટે પોતાની ઍનર્જીને મારામાં સમાવી લીધી છે. ‘સુપર 30’નો પહેલો ક્લાસ મારી સાથે શરૂ થયો, જેમાં હું પણ કેટલાક અવર્ણનિય પાઠ શીખ્યો છું.’


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2019 09:17 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK