અંગ્રેઝી મીડિયમ માટે કરીના પર્ફેક્ટ છે : દિનેશ વિજન

27 April, 2019 10:00 AM IST  |  મુંબઈ

અંગ્રેઝી મીડિયમ માટે કરીના પર્ફેક્ટ છે : દિનેશ વિજન

દિનેશ વિજન

‘અંગ્રેઝી મીડિયમ’માં કરીના કપૂર ખાનની એન્ટ્રી થવાથી પ્રોડ્યુસર દિનેશ વિજનનું કહેવું છે કે આ રોલ માટે તે પર્ફેક્ટ છે. ઇરફાન અને રાધિકા મદનની આ ફિલ્મનો ડિરેક્ટર હોમી અડાજણિયા છે. આ ફિલ્મનું શૂટિંગ ઉદયપુરમાં ચાલી રહ્યું છે. ત્યાર બાદ લંડનમાં પણ એનું શૂટિંગ થવાનું છે.

કરીનાની એન્ટ્રી કન્ફર્મ કરતાં દિનેશ વિજને કહ્યું હતું કે ‘આ ફ્રૅન્ચાઇઝીમાં તેની ગ્રેટ એન્ટ્રી થઈ છે. ‘અંગ્રેઝી મીડિયમ’ ખૂબ જ સ્પેશ્યલ ફિલ્મ છે. હું ખૂબ ઉત્સાહિત છું કે તે આ ફિલ્મનો ભાગ બની છે. અમે એવા કૅરૅક્ટરને લાવવા માગતા હતા જે અમારી આ ફ્રૅન્ચાઇઝીને આગળ લઈ જાય અને તે આ રોલ માટે પર્ફેક્ટ છે.

આ પણ વાંચો: video : રણવીર અને શિખર ધવનના ડાન્સે સોશિયલ મીડિયા પર મચાવી 'ખલીબલી'

આ ફિલ્મમાં તે પોલીસનું પાત્ર ભજવી રહી છે. આ રોલ તેણે અગાઉ કદી પણ નથી ભજવ્યો. જૂનમાં અમે લંડનમાં શૂટિંગ કરવાના છીએ. તેની સાથે સેટ પર ફરીથી કામ કરવાની મજા આવશે.’

dinesh vijan kareena kapoor bollywood news