મૂવી ડેટ પર નીકળ્યાં ઇબ્રાહિમ અને પલક, વાંચો અન્ય બોલિવૂડ સમાચાર

24 July, 2023 03:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પલકે બ્લૅક ક્રૉપ ટૉપ, જૅકેટ અને મૅચિંગ જીન્સ પહેર્યું હતું, તો ઇબ્રાહિમે જીન્સ પર સફેદ ટી-શર્ટ સાથે બ્લૅક શર્ટ પહેર્યું હતું.

ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી

ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી સાથે ફિલ્મ જોવા ગયાં હતાં એનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં દેખાય છે કે પલકનું બ્લૅક જૅકેટ ઇબ્રાહિમના હાથમાં છે. આ બન્ને અનેક વખત સાથે જોવા મળે છે. જોકે બન્નેએ કદી પોતાના રિલેશનને લઈને વાત નથી કરી. તાજેતરમાં આ બન્ને ફિલ્મ જોવા સાથે ગયાં હતાં એથી તેમના રિલેશન પર પાક્કી મહોર લાગી ગઈ હોય એવું લાગે છે. પલકે બ્લૅક ક્રૉપ ટૉપ, જૅકેટ અને મૅચિંગ જીન્સ પહેર્યું હતું, તો ઇબ્રાહિમે જીન્સ પર સફેદ ટી-શર્ટ સાથે બ્લૅક શર્ટ પહેર્યું હતું. ફિલ્મ જોઈને બન્ને સાથે બહાર નહોતાં આવ્યાં, પરંતુ ઇબ્રાહિમ જ્યારે બહાર આવ્યો ત્યારે તેના હાથમાં પલકનું જૅકેટ હતું. 

ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નને સાથે હોસ્ટ કરશે કાર્તિક અને કરણ?

‘દોસ્તાના 2’ને લઈને ૨૦૨૧માં કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચે થયેલો વિવાદ જગજાહેર છે. એવામાં જાણવા મળ્યું છે કે ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નને તેઓ બન્ને સાથે મળીને હોસ્ટ કરશે. આ ફેસ્ટિવલ ૧૧ ઑગસ્ટથી ૨૦ ઑગસ્ટ સુધી યોજાવાનો છે. એ દરમ્યાન અનેક ફિલ્મોનાં સ્ક્રીનિંગ થવાનાં છે. એમાં અનેક સેલિબ્રિટીઝ પણ હાજર રહેશે. આ ફેસ્ટિવલમાં કાર્તિક અને કરણ સ્ટેજ પણ શૅર કરવાના છે. જોકે તેઓ એ દરમ્યાન એકબીજા સાથે વાત કરે છે કે નહીં એ પણ જોવાનું રહેશે. આ ફેસ્ટિવલને હોસ્ટ કરવા વિશે બન્નેમાંથી કોઈએ હજી સુધી પુષ્ટિ નથી આપી.

બ્લુ બેબી

અનન્યા પાન્ડેએ બિકિની પહેરેલો ફોટો શૅર કર્યો છે. તેણે બ્લુ બિકિની પહેરી છે. સ્વિમિંગ-પૂલ પાસે તે હાથમાં નાળિયેરપાણી લઈને બેઠી છે. તેનો આ હૉટ ફોટો જોઈને સોશ્યલ મીડિયામાં ટેમ્પરેચર વધી ગયું છે. તે હાલમાં આદિત્ય રૉય કપૂર સાથે પોર્ટુગલમાં જોવા મળી હતી. તેની સાથે તેના રિલેશનની ચર્ચા ચગી રહી છે. પોતાનો બિકિનીવા‍ળો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનન્યાએ કૅપ્શન આપી હતી, ‘બ્લુ બેબી.’ તેના આ ફોટો પર તેની બેસ્ટ ફ્રેન્ડ અને શાહરુખ ખાનની દીકરી સુહાના ખાને કમેન્ટ કરી, ‘વાઉ બિકિની બેબ.’ 

લેજન્ડરી સિંગર દાદા મુકેશને ન મળી શકવાનો વસવસો છે નીલ નીતિન મુકેશને

નીલ નીતિન મુકેશને આજે પણ એ વાતનો વસવસો છે કે તે તેના લેજન્ડરી સિંગર દાદા મુકેશને નહોતો મળી શક્યો. માત્ર તેમના વિશે વાતો તેની દાદી પાસેથી સાંભળી છે. તેમણે ગાયેલાં યાદગાર ગીતો આજે પણ લોકોને સાંભળવાં ગમે છે. તેમની ૧૦૦મી બર્થ-ઍનિવર્સરી નિમિત્તે તેમના પરિવારે તેમનાં ગીતો ગાઈને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં. પોતાના દાદાને યાદ કરતાં નીલ નીતિન મુકેશે કહ્યું કે ‘દુર્ભાગ્યની વાત છે કે હું મારા દાદાને નહોતો મળી શક્યો. જોકે હું હંમેશાં કહેતો આવ્યો છું અને વિશ્વાસ રાખું છું કે તેઓ હંમેશાં અમારી સાથે જ છે અને હંમેશાં રહેશે. મારા પિતાએ અમારા સૌનો ઉછેર ખૂબ પ્રેમ અને સન્માનથી કર્યો છે. મને નથી લાગતું કે જો બીજે ક્યાંક મારો જન્મ થયો હોત તો એવું ન થયું હોત. એ બદલ હું તેમનો અને ભગવાનનો આભારી છું કે હું આ પરિવારનો ભાગ છું. બાળપણમાં હું મારી દાદીની ખૂબ નજીક હતો અને તેમના દ્વારા મને મારા દાદા વિશે જાણવા મળ્યું હતું. મને એ વાતનો વસવસો છે કે મારા દાદા મારી આસપાસ નહોતા. મારા પિતાએ તેમનાં ગીતો દ્વારા તેમના સંગીતના વારસાને જીવંત રાખ્યો છે.

neil nitin mukesh kartik aaryan karan johar bollywood news bollywood gossips bollywood events entertainment news