હું હંમેશાં સારી જ સ્ક્રિપ્ટનો શિકાર કરું છું : ભૂ​મિ પેડણેકર

30 December, 2019 11:32 AM IST  |  Mumbai | Harsh Desai

હું હંમેશાં સારી જ સ્ક્રિપ્ટનો શિકાર કરું છું : ભૂ​મિ પેડણેકર

ભૂ​મિ પેડણેકર

ભૂમિ પેડણેકરનું કહેવું છે કે તે હંમેશાં સારી સ્ક્રિપ્ટનો શિકાર કરે છે. તેનું ૨૦૧૯નું વર્ષ ખૂબ જ સારું રહ્યું છે. તેની આ વર્ષે ચાર ફિલ્મ આવી છે અને એમાંથી ત્રણ ફિલ્મ હિટ રહી છે. તેની સૌથી પહેલાં ‘સોનચિરિયા’ આવી હતી. આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ફક્ત ૬.૬૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મને દર્શકોએ પસંદ નહોતી કરી, પરંતુ ક્રિટીક્સ દ્વારા એને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

ભૂમિનું આ બેસ્ટ પર્ફોર્મન્સ હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ ‘સાંડ કી આંખ’, ‘બાલા’ અને ‘પતિ, પત્ની ઔર વોહ’ આવી હતી. ‘સાંડ કી આંખ’એ ૨૩.૪૦ કરોડ રૂપિયાનો, ‘બાલા’એ ૧૧૬.૪૦ કરોડ રૂપિયાનો અને ‘પતિ, પત્ની ઔર વોહ’એ ૮૪.૫૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. કાર્તિક આર્યન અને અનન્યા પાન્ડે સાથેની ‘પતિ, પત્ની ઔર વોહ’ હજી પણ કેટલાક થિયેટર્સમાં ચાલી રહી છે. આ તમામ ફિલ્મોનું ટોટલ ૨૩૧.૩૬ કરોડ રૂપિયા છે. આ તો તેનું ઇન્ડિયામાં બિઝનેસ છે. આ તમામ ફિલ્મોએ વિદેશમાં લગભગ ૨૮ કરોડ રૂપિયાનું બિઝનેસ કર્યું છે અને ‘પતિ, પત્ની ઔર વોહ’ હજી પણ કેટલાક દેશમાં ચાલી રહી છે. આ વિશે પૂછતાં ભૂમિએ કહ્યું હતું કે ‘ક્રિએટિવ રીતે જોઉં તો આ વર્ષ મારા માટે ખૂબ જ અદ્ભુત રહ્યું છે.

મારી દરેક ફિલ્મમાં મને એક નવી ચૅલેન્જ મળી હતી. દરેક ફિલ્મમાં મારે મારી જાતને સાબીત કરવાની હતી અને મને આ તમામ તક મારા માટે ખૂબ જ મહત્ત્વની હતી. મારા તમામ પર્ફોર્મન્સને દર્શકોએ પસંદ કર્યો એ માટે હું તેમની આભારી છું. તેઓ મને સતત મોટિવેટ કરે છે અને આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે. એક આર્ટિસ્ટ તરીકે મેં હંમેશાં એક્સપેરિમેન્ટ્સ કરવાનું પસંદ કર્યું છે અને આવા એક્સપેરિમેન્ટ્સ સફળ રહે ત્યારે મને ઘણો કોન્ફિડન્સ મળવાની સાથે એમાંથી શીખવા મળે છે. સફળતાથી હું યોગ્ય રસ્તે જઈ રહી છું એની પુષ્ઠી મળે છે અને સતત અવનવી ફિલ્મની પસંદગી કરવા માટે કોન્ફિડન્સ મળે છે.’

આ પણ વાંચો : અમિતાભ બચ્ચને દિલ્હી જઈ ફાળકે અવૉર્ડ સ્વીકાર્યો

ભૂમિ હાલમાં ‘ભૂત પાર્ટ વન : ધ હન્ટેડ શિપ’, કરણ જોહરની ‘તખ્ત’, અલંક્રિતા શ્રિવાસ્વની ‘ડોલી કિટી ઔર વો ચમકતે સિતારે’ અક્ષયકુમાર પ્રિઝેન્ટેશન ‘દુર્ગાવતી’માં તે કામ કરી રહી છે. આ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘હું દરેક ફિલ્મમેકરનો આભાર માનું છું જેમણે તેમના વિઝનમાં મારો સમાવેશ કર્યો હતો. આ તમામ પાત્રોમાં પ્રાણ પૂરવાનો મને ચાન્સ મળ્યો એ માટે હું પોતાના પર ગર્વ અનુભવું છું. હું એક ઇમોશનલ ઍક્ટર હોવાથી આ તમામ પાત્રોની મારા પર અસર પડી છે. હું હંમેશાં સારી સ્ક્રિપ્ટનો શિકાર કરું છું અને મને જ્યારે એ મળી જાય ત્યારે હું એમાં મારું ૨૦૦ ટકા આપુ છું.’

bhumi pednekar bollywood news entertaintment