હ્રિતિક અને કરણ જેવા મોટા નામના લીધે એના પર અટૅક કરવામાં આવ્યો : કંગના

17 July, 2019 03:17 PM IST  |  મુંબઈ

હ્રિતિક અને કરણ જેવા મોટા નામના લીધે એના પર અટૅક કરવામાં આવ્યો : કંગના

કંગના રનોટ

કંગના રનોટનું કહેવું છે કે બૉલીવુડના મોટા ઍક્ટર્સ વિરુદ્ધ બોલવાને કારણે તેના પર અટૅક કરવામાં આવે છે. કંગનાએ સૌથી પહેલાં હ્રિતિક રોશન સાથે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ તેણે કરણ જોહરના શોમાં હાજરી આપી હતી અને તેની સાથે વિવાદ છેડ્યો હતો. કરણ બાદ તેણે રણબીર કપૂર, આલિયા ભટ્ટે જેવી ઘણી સેલિબ્રિટીઝ સાથે વિવાદ છેડ્યો હતો.

હાલમાં જ તેણે એક જર્નલિસ્ટ સાથે પણ ઝઘડો કર્યો હતો. આ કારણસર તેને મીડિયા દ્વારા બૉયકૉટ પણ કરવામાં આવી રહી છે. આ વિશે પૂછતાં કંગનાએ કહ્યું હતું કે ‘જો તમે મીડિયામાં હાલમાં થયેલી ઘટના વિશે ચર્ચા કરતાં હોય તો મેં એક વાત નોટિસ કરી છે કે જ્યારથી મેં બૉલીવુડના કેટલાક મોટા નામ જેવા કે હ્રિતિક રોશન અને કરણ જોહર વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું છે ત્યારથી મુંબઈના કેટલાક મીડિયા મારી વિરુદ્ધ થઈ ગયા છે.

આ પણ વાંચો : સાઉથ સ્ટાર પ્રભાસની ફિલ્મ સાહોની રિલીઝ ડેટ થઈ શકે પોસ્ટપોન્ડ

ઘણી વિચિત્ર ખબરો છાપવામાં આવે છે અને એ બે-ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે. આ બધાથી હું ખૂબ જ કંટાળી ગઈ છું. એ દિવસે જે કંઈ થયું હતું એ મારા પર જે પ્રેશર આપવામાં આવી રહ્યું છે અને મારી વિરુદ્ધ જે કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે એનું રિએક્શન હતું. મેં ઘણું નામ કમાયું છે અને મીડિયામાં પણ મારા ઘણાં મિત્રો છે.’

kangana ranaut bollywood news hrithik roshan karan johar