Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાઉથ સ્ટાર પ્રભાસની ફિલ્મ સાહોની રિલીઝ ડેટ થઈ શકે પોસ્ટપોન્ડ

સાઉથ સ્ટાર પ્રભાસની ફિલ્મ સાહોની રિલીઝ ડેટ થઈ શકે પોસ્ટપોન્ડ

16 July, 2019 08:49 PM IST |

સાઉથ સ્ટાર પ્રભાસની ફિલ્મ સાહોની રિલીઝ ડેટ થઈ શકે પોસ્ટપોન્ડ

સાહોની રિલીઝ ડેટ થઈ શકે પોસ્ટપોન્ડ

સાહોની રિલીઝ ડેટ થઈ શકે પોસ્ટપોન્ડ


સાઉથ સ્ટાર પ્રભાસની દમદાર એક્શન ફિલ્મ સાહો 15 ઓગસ્ટે રિલીઝ થવાની અણીએ છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મની રિલીઝ ડેટ પોસ્ટપોન્ડ કરવામાં આવી શકે છે. હાલ ફિલ્મ પોસ્ટ પોન્ડ કરવાનું કારણ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનને માનવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર ફિલ્મનું vfx અને એડિંટિંગ કામ બાકી હોવાના કારણે ફિલ્મને પોસ્ટ પોન્ડ કરવામાં આવી શકે છે. જો કે આ અંગે હાલ કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

પ્રભાસની સાહો 15 ઓગસ્ટે રિલીઝ થવાની છે. ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રદ્ધા કપૂર પણ જોવા મળશે. પ્રભાસ મલ્ટી સ્ટારર ફિલ્મ છે જેમાં જેકી શ્રોફ, નીલ નીતિન મુકેશ, ચંકી પાન્ડે સહિત અનેક સ્ટાર જોવા મળશે. મોટા બજેટ વાળી ફિલ્મ સાહો ત્રણ ભાષામાં શૂટ કરવામાં આવી છે. સાહોમાં VFXની કમાલ ધમાકેદાર છે જે ફિલ્મને વધારે રસપ્રદ બનાવશે છે. દુબઈની ઉંચી દિવાલો વચ્ચે બાઈક ચેઝિંગ હોય કે હવામાં ઉડતી ગાડીઓના સીન્સ ફિલ્મ તરફ વધારે ઈન્ટ્રસ્ટ ખેચે છે. હાલમાં આવેલા એક રિપોર્ટ અનુસાર પ્રભાસના 8 મિનિટના એક શોટ માટે પ્રોડ્યુસરે 70 કરોડનો ખર્ચો કર્યો હતો.



આ પણ વાંચો: SAAHO : એક્શનની ભરમાર અને પ્રભાસનો કિલર અંદાજ આવું છે ટીઝર


15 ઓગસ્ટે અક્ષય કુમારની મિશન મંગલ અને જૉન અબ્રાહમની બાટલા હાઉસ પણ રિલીઝ થઈ રહી છે. માનવામાં એમ પણ આવી રહ્યું છે કે, સાહોના મેકર્સે 2 મોટી ફિલ્મો ક્લેશ થવાના કારણે ફિલ્મની રિલીઝ ડેટ પોસ્ટપોન્ડ કરી છે. અક્ષય કુમારની મિશન મંગળ ISROના સફળ મંગળ મિશન પર બનાવવામાં આવી છે જ્યારે દિલ્હીમાં થયેલા બાટલા હાઉસ એન્કાઉન્ટર બેઝ્ડ જૉન અબ્રાહમ પણ દમ ધરાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2019 08:49 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK