ગલી બૉય ઑક્ટોબરમાં રિલીઝ થશે જપાનમાં

09 September, 2019 12:23 PM IST  |  મુંબઈ

ગલી બૉય ઑક્ટોબરમાં રિલીઝ થશે જપાનમાં

આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ‘ગલી બૉય’ને હવે જપાનમાં રિલીઝ કરવામાં આવશે. ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મૅલબૉનમાં આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો અવૉર્ડ મળ્યો હતો. તેમ જ બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ એનું પ્રીમિયર કરવામાં આવ્યું હતું. આ વિશે વધુ જણાવતાં રણવીરે કહ્યું હતું કે ‘મને ખૂબ જ ખુશી છે અને ગર્વ છે કે ‘ગલી બૉય’ જપાનમાં રિલીઝ થઈ રહી છે. હું જપાન ક્યારેય નથી ગયો, પરંતુ એ વિશે ઘણી સારી-સારી વાતો સાંભળી છે.’

 

આ પણ વાંચોઃ રાજકારણીથી લઈ બોલીવુડ સુધી, જાણો કેટલું ભણેલા છે તમારા ફેવરિટ સેલિબ્રિટીઝ

ranveer singh alia bhatt zoya akhtar