Oscars 2020 Shortlists:ઑસ્કર એવૉર્ડની રેસમાંથી બહાર થઈ 'ગલી બૉય'

17 December, 2019 05:47 PM IST  |  Mumbai Desk

Oscars 2020 Shortlists:ઑસ્કર એવૉર્ડની રેસમાંથી બહાર થઈ 'ગલી બૉય'

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ 'ગલી બૉય' 92માં ઑસ્કર અવૉર્ડની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ઝોયા અખ્તરના નિર્દેશનમાં બનેલી 'ગલી બૉય' ટૉપ 10 મૂવાઝમાં પણ પોતાની જગ્યા નથી બનાવી શકી અને આ રેસમાંથી બહાર થઈ ગઈ છે. 'ગલી બૉય'નું નામ બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ કેટેગરી માટે ભારત તરફથી મોકલવામાં આવ્યું હતું.

ધ એકેડમીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર તે ફિલ્મોની લિસ્ટ શૅર કરી છે જેને શૉર્ટ લિસ્ટ કરવામાં આવી. અફસોસ આ લિસ્ટમાં ભારત તરફથી મોકલવામાં આવેલી 'ગલી બૉય'નું નામ સામેલ નથી.

જે 10 ફિલ્મોએ ઇન્ટરનેશનલ ફિલ્મ કેટેગરીમાં પોતાની જગ્યા બનાવી છે તે આ પ્રમાણે છે...

The Painted Bird”

“Truth and Justice”

“Les Misérables”

“Those Who Remained”

“Honeyland”

“Corpus Christi”

“Beanpole”

“Atlantics”

“Parasite”

“Pain and Glory”

જણાવીએ કે 'ગલી બૉય' આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, સિદ્ધાંત ચતુર્વેદી અને કલ્કિ કેકલા લીડ રોલમાં દેખાયા હતા. આ ફિલ્મની સ્ટોરી એક એવા છોકરાના જીવન પર આધારિત હતી જે ગરીબ પરિવારથી સંબંધ સાથે છે પણ તેના સપના મોટા હોય છે. ગરીબીમાંથી નીકળીએ અને પોતાની મહેનતના બળે તે રૅપર બને છે, અને પોતાના રૅપથી બધાને દીવાના બનાવી દે છે. ફિલ્મમાં આલિયાએ રણવીર સિંહની ગર્લફ્રેન્ડનું પાત્ર ભજવ્યું હતું જ્યારે સિદ્ધાંત તેનો મિત્ર બન્યો હતો.

આ પણ વાંચો : સંગીતમય રહી છે Priya Saraiyaના જીવનની સફર, મહેનતથી બનાવી છે પોતાની ખાસ ઓળખ...

ફિલ્મમાં ફક્ત ત્રણેની એક્ટિંગા જ નહીં પણ કમાણી મામલે પણ ફિલ્મ 'ગલી બૉય'એ પડદા પર પણ પોતાને સાબિત કરી હતી. ફરહાન અખ્તરના બેનર હેઠળ અને ઝોયા અખ્તરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર 150 કરોડથી વધારેનું બિઝનેસ કર્યું હતું.

ranveer singh bollywood alia bhatt bollywood news bollywood gossips