Gully Boy:ત્રીજા દિવસે કલેક્શનમાં થયો વધારો, 50 કરોડને પાર

18 February, 2019 09:15 AM IST  | 

Gully Boy:ત્રીજા દિવસે કલેક્શનમાં થયો વધારો, 50 કરોડને પાર

ગલીબૉય

ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બૉય રિલીઝ થયાના ત્રણ જ દિવસમાં હિટ સાબિત થઈ છે. ત્રણ દિવસમાં ફિલ્મ 50 કરોડની કમાણી કરી ચૂકી છે. શુક્રવારે કલેક્શન ઓછું થયા બાદ વીક એન્ડની શરૂઆતમાં એટલે કે શનિવારે ફિલ્મના કલેક્શનમાં વધારો થયો છે. શનિવરાે ફિલ્મે 18.50 કરોડ કરતા વધુ કલેક્શન કર્યું છે.

ફિલ્મ ગલી બૉયમાં રણવીરસિંહની સાથે સાથે આલિયાની એક્ટિંગ પણ રાપ્ચિક છે. બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી જોવા અને રૅપ સંભળવા માટે થિયેટર્સની બહાર લાઈન લાગી રહી છે. વેલેન્ટાઈન્સ ડેના દિવસે રજૂ થયેલી ફિલ્મે શનિવારે સારી કમાણી કરી છે. જ્યારે બૉક્સ ઑફિસ ઈન્ડિયાની માહિતી મુજબ શનિવારે રણવીર સિંહની ફિલ્મ 'ગલી બૉય' (Gully Boy)લગભગ 18.50 કરોડની જબરજસ્ત કમાણી કરી. જો કે હજી ચોક્કસ આંકડા આવવાના તો બાકી જ છે.

ગલીબૉયે શુક્રવારની તુલનામાં શનિવારે લગભગ 35થી 45 ટકાની વધુ કમાણી કરી છે. વીકએન્ડ પૂરું થવામાં હજી સમય બાકી છે અને દરમિયાનમાં જ રણવીર સિંહની ફિલ્મે લગભગ 50 કરોડથી વધુનું બૉક્સ ઑફિસ કલેક્શન કરી લીધું છે. જોવાનું એ છે કે પહેલા જ અઠવાડિયામાં 100 કરોડની કમાણી આ ફિલ્મ કયા દિવસે પૂરી કરશે. બોલીવુડમાં આ પ્રકારની સ્ટોરી ખૂબ જ ઓછા પ્રમાણમાં દર્શાવવામાં આવે છે જો કે, ઝોયા અખતરે પોતાના ડાયરેક્શન, રણવીર સિંહ અને આલિયા ભટ્ટે પોતાના અભિનય અને ફિલ્મમાં જોવા મળતો ઝનૂન લોકોનું મન જીતી લેવામાં સક્ષમ બને છે.

આ પણ વાંચો : Box Office:Gully Boyની બે દિવસની છે આટલી કમાણી

જણાવીએ કે, 'ગલી બૉય'માં યૂથને કનેક્ટ કરનાર બધો જ મસાલો ફિલ્મ પૂરો પાડે છે. લોકોને નાચવા માટે મજબૂર કરતું સંગીત, ક્લાસિક એક્ટિંગ અને સૌથી મહત્ત્વનું જીવનમાં આગળ વધવા માટેની પ્રેરણા આ ફિલ્મમાંથી મળે છે. ગલી બોય જેવી ફિલ્મો ઓછી બને છે, જેમાં એન્ટરટેઈન્મેન્ટની સાથે આવા ઈન્સ્પિરેશનલ મેસેજ પણ હોય. આ રીતે આજના સમયની ખૂબ જ સારી ફિલ્મ છે જેને એક વાર તો જોવું બને જ છે.

bollywood bollywood events bollywood gossips bollywood news ranveer singh alia bhatt