Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Box Office:Gully Boyની બે દિવસની છે આટલી કમાણી

Box Office:Gully Boyની બે દિવસની છે આટલી કમાણી

16 February, 2019 02:27 PM IST |

Box Office:Gully Boyની બે દિવસની છે આટલી કમાણી

Box Office:Gully Boyની બે દિવસની છે આટલી કમાણી


વેલેન્ટાઈન ડે પર રિલીઝ થયેલી રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બૉયએ પહેલા દિવસે તો ધમાકેદાર પર્ફોમન્સ કર્યું, પણ બીજા દિવસે એટલે શુક્રવારે ફિલ્મનું કલેક્શન ઘટ્યું છે. બે દિવસમાં ગલી બૉયે 33 કરોડની કમાણી કરી છે.

ગુરુવારે રિલીઝ થયેલી ગલી બૉયએ પહેલા દિવસે 19.40 કરોડનું કલેક્શન કર્યું હતું. આમ તો 14 ફેબ્રુઆરી વર્કિંગ ડે હતો પણ વેલેન્ટાઈન ડે હોવાનો કારણે ફિલ્મને મોટી સંખ્યામાં દર્શકો મળ્યા હતા, જેને કારણે શુક્રવારે ફિલ્મનું કલેક્શન ઘટ્યું છે. શુક્રવારે ફિલ્મ 13.60 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન થયું છે. આ સાથે બંનેએ કુલ મળીને 33 કરોડનું કલેક્શન કર્યું છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે શુક્રવારે ગલી બોયની કમાણી ઓછી રહી છે. શનિવાર અને રવિવારે કલેક્શન વધે તેવી શક્યતા છે. જો કે 4 દિવસ લાંબા ઓપનિંગ બાદ પણ ફિલ્મ 100 કરોડ કમાણી તેવી શક્યતા નહિવત્ છે. પહેલા અઠવાડિયામાં ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી શકે છે. જો આવું થશે તો ગલી બોય ઝોયા અખ્તરની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની જશે. ઝોયા અખ્તરની ઝિંદગી ના મિલેગી દોબારાએ 90 કરોડની કમાણી કરી હતી.



રણવીરસિંહે આ ફિલ્મમાં ઝોયા અખ્તર સાથે બીજી વાર કામ કર્યું છે. આ પહેલા તેઓ દિલ ધડકને દોમાં સાથે કામ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ગલી બોય ધારાવીને રૅપર ડિવાઈન અને નેઈઝીની જિંદગી પર આધારિત છે, ફિલ્મમાં રણવીરસિંહે રૅપરનો રોલ કર્યો છે.


આ પણ વાંચોઃ Gully Boyએ કલેક્શન મામલે પદ્માવતને પાછળ છોડી

જો રણવીરસિંહની પાછલી ફિલ્મો જોઈએ તો આ તેમની બીજું સૌથી મોટું ઓપનિંગ છે. રણવીર સિંહની સિમ્બાએ સૌથી સારું ઓપનિંગ મેળવ્યું હતું. સિમ્બાએ પહેલા જ 20.72 કરોડનું કલેક્શન કર્યું હતું. પદ્માવતને 19 કરોડ મળ્યા હતા, જે ગુરુવારે રિલીઝ થઈ હતી. ગુંડેને 16.12 કરોડ અને રામલીલાને 16 કરોડનું ઓપનિંગ મળ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2019 02:27 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK