5 જુલાઈથી મળશે ગરમાગરમ 'બાબુકાકાની ચા'

30 June, 2019 02:20 PM IST  |  અમદાવાદ

5 જુલાઈથી મળશે ગરમાગરમ 'બાબુકાકાની ચા'

ફિલ્મ બાબુકાકાની ચાનું પોસ્ટર

ગુજરાતીઓ અને ચાનો બહુ જૂનો સંબંધ છે, મોટા ભાગના ગુજરાતીઓ માટે ચા એ અમૃત સમાન છે. ત્યારે આ ચા પરથી હવે ગુજરાતી ફિલ્મ પણ બનવા જઈ રહી છે. ચા વાર્તાના કેન્દ્ર સ્થાને હોય તેવી ગુજરાતી ફિલ્મ બાબુકાકાની ચા 5 જુલાઈએ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની સ્ટોરી ત્રણ મિત્રોની છે. ફિલ્મમાં એવા ત્રણ મિત્રોની વાત છે, જે સાથે મોટા થાય છે, તેમની મિત્રતામાં ચોથું મહત્વનું પાત્ર છે બાબુકાકાની ચા. ફિલ્મમાં બાબુકાકાની ચાનો પણ મહત્વનો રોલ છે.

અહીં જુઓ ફિલ્મનું ટ્રેલર

આ ફિલ્મમાં લીડ રોલમાં કકાર્તિક રાષ્ટ્રપાલ, હર્ષિક રાજપૂત અને કલ્પેશ રાજગોર છે, જે ત્રણ મિત્રોના રોલમાં છે. ફિલ્મની સ્ટોરી કંઈક એવી છે કે આ ત્રણેય મિત્રો એક પટેલ નામના ડોનની ત્રણ દીકરીઓના પ્રેમમાં પડે છે. ઝડપથી પૈસાદાર થવા માટેના શોર્ટકટ મારતા કેવી કેવી મુશ્કેલીઓમાં ફસાય છે અને પછી સર્જાય છે હાસ્ય અને મસ્તીનું વાવાઝોડું. અહીં ડોન પટેલ ભાઈના પાત્રમાં છે શેખર શુકલા. અનેક ગુજરાતી નાટકો અને હિંદી ફિલ્મોમાં કામ કરનાર શેખર આ પહેલા પણ પટેલ ભાઈના નામ પર પોતાનો દમ બતાવી ચુક્યા છે. અનેક વાર નેગેટિવ રોલમાં દેખાયેલા દિનેશ લાંબા પણ અહીં મહત્વપુર્ણ ભૂમિકામાં છે. તો ડોનની ત્રણ દીકરીઓના પાત્રમાં પ્રિયા પાંડે, અદિતિ વ્યાસ અને આરાધી વસાવડા છે. હરેશ મહેતા પોલીસ કમિશનરના રોલમાં સૌને મનોરંજન પૂરું પાડતા રહેશે. તો ડો. નિમેષ માટલીવાલા અહીં ખુદ બાબુકાકાના પાત્રમાં સૌને ચા પીવડાવતા નજરે પડશે.

આ પણ વાંચોઃ આ પણ વાંચોઃ Happy Birthday Jigardan: જુઓ 'જીગરા'ના બાળપણના રૅર ફોટોસ

આ ફિલ્મને કરણ રાજપૂતે લખી છે. મિત્રતા, પ્રેમ, અને મસ્તીની ધમાચકડી સાથેની આ ફિલ્મ ડિરેક્ટ પણ તેમણે જ આ ફિલ્મ દિગ્દર્શિત પણ કરી છે. ફિલ્મને રૂપવિજયસિંહ ચંદ્રસિંહ પરમાર પ્રોડ્યુસ કરી રહ્યા છે. મસ્તીની હારમાળા સર્જતી અને કોમડી સાથે થ્રિલનો અનુભવ કરાવતી આ ફિલ્મ 5મી જુલાઈ રીલીઝ થવા જઈ રહી છે. તો પટેલ ભાઈનો પાવર અને ત્રણ તોફાની બારકસોના કારસ્તાન જોવા માટે પહોંચી જજો સમયસર 5મી જુલાઈના રોજ જોવાનું ચુકાય નહીં.

gujarati film entertaintment