પંકજ ત્રિપાઠી અભિનીત 'કાગઝ'માં ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જર

13 October, 2019 09:47 AM IST  |  મુંબઈ

પંકજ ત્રિપાઠી અભિનીત 'કાગઝ'માં ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જર

પંકજ ત્રિપાઠી સાથે મોનલ ગજ્જર

સલમાન ખાન પ્રોડક્શન હેઠળ બનેલી ‘કાગઝ’ ઉત્તર પ્રદેશના લાલ બિહારી નામના ખેડૂત પરની બાયોપિક ફિલ્મ છે. ‘તેરે નામ’ ફેમ ડિરેક્ટર અને ઍક્ટર સતીશ કૌશિકે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે.

નૅશનલ અવૉર્ડ ફિલ્મ ‘રેવા’, ‘થઈ જશે!’ અને ‘ફૅમિલી સર્કસ’ સહિતની ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મોનલ ગજ્જર સલમાન ખાનના પ્રોડક્શન હેઠળની ફિલ્મ ‘કાગઝ’માં જોવા મળશે. ‘કાગઝ’ ફિલ્મ ‘તેરે નામ’ના ડિરેક્ટર સતીશ કૌશિક ડિરેક્ટ કરી રહ્યા છે તથા એમાં લાલ બિહારી નામના ખેડૂતનું મુખ્ય પાત્ર પકંજ ત્રિપાઠી ભજવી રહ્યા છે. મોનલ તેની પત્નીનું પાત્ર ભજવી રહી છે.

મોનલ ગજ્જરે જણાવ્યું હતું કે ‘સતીશ કૌશિકે પ્રોડ્યુસ કરેલી મરાઠી ફિલ્મ ‘મન ઉધાન વારા’, જે ૧૧ ઑક્ટોબરે રિલીઝ થઈ છે એના શૂટિંગ દરમ્યાન મને ‘કાગઝ’ ફિલ્મની ઑફર થઈ. ‘કાગઝ’માં ૧૯૭૦ના સમયની વાત છે. એક ખેડૂતના સંબંધીઓએ તેની જમીન પચાવી પાડીને સરકારી ચોપડે તેને મૃત જાહેર કરી દીધો. હવે પોતે જીવિત છે એમ સાબિત કરતાં તેને ૧૮ વર્ષ લાગે છે. આ ૧૮ વર્ષની તેની અને તેના પરિવારની સફર ‘કાગઝ’માં રજૂ કરવામાં આવી છે.’

મોનલ ગજ્જરે વધુમાં જણાવ્યું હતું કે ‘કહેવાય છે કે એક સમયે લાલ બિહારી નામનો એ માણસ રાજીવ ગાંધી સામે ચૂંટણી લડ્યો હતો કે જેથી તેનું નામ ચોપડે ચડે!’

આ પણ જુઓ : જુઓ તારક મહેતા... ફૅમ રીટા રિપોર્ટરની બેબી બમ્પમાં હોટ તસવીરો

૧૧ ઑક્ટોબરે રિલીઝ થયેલી ‘મન ઉધાન વારા’ નામની મરાઠી ફિલ્મમાં મોનલ ગજ્જરે પહેલી વાર ડી-ગ્લૅમરસ પાત્ર ભજવ્યું છે. એમાં એક યુવતીની અંધકાર (હોપલેસ)થી અજવાળા (હોપફુલ) સુધીની સફર છે.

pankaj tripathi bollywood news