ગિરીશ કર્નાડના અવસાનથી એક યુગ થયો અસ્ત

11 June, 2019 08:10 AM IST  | 

ગિરીશ કર્નાડના અવસાનથી એક યુગ થયો અસ્ત

ગિરીશ કર્નડ એક ઈવેન્ટ દરમિયાન

બૉલીવુડના પ્રખ્યાત અભિનેતા ગિરીશ કર્નાડનું બૅન્ગલોરમાં તેમના ઘરે ૮૧ વર્ષની ઉંમરે ગઈ કાલે નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. મલ્ટિપલ ઑર્ગન ફેલ થવાને કારણે તેમનું અવસાન થયું છે. ૧૯૩૮ની ૧૯ મેએ મહારાષ્ટ્રના માથેરાનમાં જન્મેલા ગિરીશ કર્નાડ હિન્દીની સાથે જ અંગ્રેજી અને કન્નડ ભાષા પર પણ ખાસ્સું પ્રભુત્વ ધરાવતા હતા. તેમને લેખક, ઍક્ટર, ડિરેક્ટર અને નાટકકારના રૂપમાં અપાર સફળતા મળી છે.

ટેલિવિઝન સિરિયલ ‘માલગુડી ડેઝ’માં સ્વામીના સખત પિતાના રોલથી તેમની લોકપ્રિયતામાં વધારો થયો હતો. તેમણે સલમાન ખાન સાથે ‘એક થા ટાઇગર’ અને ‘ટાઇગર ઝીંદા હૈ’માં ડૉ. શેનૉયનું પાત્ર ભજવ્યું હતું. ગિરીશ કર્નાડને કળામાં તેમના બહુમૂલ્ય યોગદાનને કારણે જ્ઞાનપીઠ, પદ્‍મશ્રી અને પદ્‍મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કર્ણાટક સરકારે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. બૅન્ગલોરમાં તેમનાં અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ગઈકાલે અનેક લોકો જોડાયા હતાં.

ગિરીશ કર્નાડે કળામાં આપેલા યોગદાન પર નાખીએ એક નજર

ગિરીશ કર્નાડ એકમાત્ર એવા સાહિત્યકાર છે જેમણે સિનેમા અને સાહિત્ય બન્નેમાં અવર્ણનીય યોગદાન આપ્યું છે. તેમણે ૧૯૫૮માં કર્ણાટક આર્ટ્સ કૉલેજથી ગણિતમાં ગ્રૅજ્યુએશન કર્યું હતું. ત્યાર બાદ તેમણે ઇંગ્લૅન્ડ જઈને અર્થશાસ્ત્ર અને રાજનીતિ વિજ્ઞાનનું શિક્ષણ મેળવ્યું હતું. ભારત આવ્યા બાદ લેખન પર પોતાના પ્રેમને કારણે તેમણે ચેન્નઈમાં થિયેટર ગ્રુપ ‘ધ મદ્રાસ થિયેટર ગ્રુપ’ સાથે કામ કર્યું હતું.

ગિરીશ કર્નાડે પોતાનું પહેલું નાટક ‘યયાતિ’ ૧૯૬૧માં લખ્યું હતું. ૧૯૬૪માં બીજું નાટક ‘તુગલક’ લખ્યું હતું જેમાં મોહમ્મદ બિન તુગલકના જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ૧૯૭૨માં ‘હયવદન’ અને ૧૯૮૮માં ‘નગામંડલા’ ખૂબ લોકપ્રિય બન્યું હતું. તેમનાં નાટકોનો અન્ય ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે. ૧૯૭૧માં આવેલી કન્નડ ફિલ્મ ‘વંશવૃક્ષ’થી તેમણે ડિરેક્શન પર હાથ અજમાવ્યો હતો. આ ફિલ્મ માટે તેમને નૅશનલ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૭૪માં આવેલી ‘જાદુ કા શંખ’ દ્વારા ગિરીશ કર્નાડે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ૧૯૭૫માં આવેલી ‘નિશાંત’માં તેમણે શબાના આઝમી સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેઓ એક સ્કૂલ ટીચર બન્યા હતા.

આ પણ વાંચો: વિકી કૌશલને 'ભૂત'એ પડકી લીધો, જાણો આગળ શું થયું?

૧૯૭૬માં સ્મિતા પાટીલ સાથે આવેલી ફિલ્મ ‘મંથન’માં ગિરીશ કર્નાડે ડૉ. રાવનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ શ્વેત ક્રાન્તિના જનક વર્ગિસ કુરિયનના જીવન પર આધારિત હતી. તેમની સૌથી વધુ ફેમસ ફિલ્મોની શ્રેણીમાં ‘આશા’, ‘મનપસંદ’, ‘ચાઇના ગેટ’, ‘હે રામ’, ‘ઇકબાલ’, ‘ડોર’, ‘એક થા ટાઇગર’ અને ‘ટાઇગર ઝિંદા હૈ’ આવે છે. ફિલ્મો સિવાય તેમણે અનેક સામાજિક કાર્યોમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી.

girish karnad bollywood gossips bollywood news gujarati mid-day