વિકી કૌશલને 'ભૂત'એ પડકી લીધો, જાણો આગળ શું થયું?

મુંબઈ | Jun 10, 2019, 13:39 IST

'ભૂત' ફિલ્મના પોસ્ટરમાં વિકી કૌશલ એક શિપની બારીમાંથી બહાર ડોક્યું કરતા દેખાઈ રહ્યા છે અને એમની ગરદન ભૂતે પકડી રાખી છે.

વિકી કૌશલે પોતે પોસ્ટ કર્યું છે ભૂત ફિલ્મનું પોસ્ટર
વિકી કૌશલે પોતે પોસ્ટ કર્યું છે ભૂત ફિલ્મનું પોસ્ટર

ફિલ્મ ‘Uri – The Surgical Strike’થી બૉક્સ ઑફિસે નવો હીરો બનાવ્યા બાદ હવે ફિલ્મ અભિનેતા Vicky Kaushalએ ‘Bhoot’ને પકડી લીધો છે. ખાસ વાત એ છે કે તેઓ બહુ જ ડરી ગયા છે અને ભૂતથી બચવા માટે તરફડી રહ્યા છે. એની પહેલા તમે કોઈ પરિણામ પર પહોંચી જોઓ, તો તમને જણાવી દઈએ કે ‘Bhoot’ Vicky Kaushalની આગામી ફિલ્મનું નામ છે અને આ ફિલ્મનું પોસ્ટર જાહેર થઈ ગયું છે. આ ફિલ્મના પોસ્ટરમાં વિકી કૌશલ એક શિપની બારીમાંથી બહાર ડોક્યું કરતા દેખાઈ રહ્યા છે અને એમની ગરદન ભૂતે પકડી રાખી છે.

 

 

 

 વિકી કૌશલે પોતે પોસ્ટ કર્યું છે ફિલ્મનું પોસ્ટર

વિકી કૌશલે પોતે એક ટ્વિટમાં ફિલ્મનું પોસ્ટર પોસ્ટ કર્યું છે એમાં એમણે લખ્યું છે કે, સત્ય કરતા વધારે તમને કોઈપણ વસ્તુથી ડર નહીં લાગે, હું તમારી સામે ‘Bhoot- The Haunted Ship’ના પહેલા ભાગના પોસ્ટરને પ્રસ્તુત કરી રહ્યો છું. આ ફિલ્મનું નિર્દેશન ભાનુ પ્રતાપ સિંહ કરી રહ્યા છે. આ ફિલ્મ 15 નવેમ્બર 2019એ રિલીઝ થશે.

આ પણ વાંચો : પાર્ટીમાં સુહાનાએ દિલ ખોલીને કર્યો ડાન્સ, ડ્રેસને લઈને થઈ ટ્રોલ

ધર્મા પ્રોડક્શન કર હી છે ફિલ્મનું નિર્માણ

નોંધપાત્ર છે કે આ ફિલ્મનું નિર્માણ Karan Joharની કંપની ધર્મા પ્રોડક્શન કરી રહી છે.આ ફિલ્મ 3 ભાગમાં બનવાની છે. એના વિશે વાત કરતા કરણ જોહરે કહ્યું હતું કે આ પહેલીવાર છે જ્યારે ધર્મા પ્રોડક્શન ડર પર આધારિત ફિલ્મ બનાવી રહી છે. આ ફિલ્મને અમે ત્રણ ભાગમાં બનાવવાના છે.

કરણ જોહાર ફિલ્મ 'તખ્ત' બનાવી રહ્યા છે

કરણ જોહરનું ધર્મા પ્રોડક્શન એની પહેલા લવ સ્ટોરી અને ફૅમિલી ડ્રામા ફિલ્મ બનાવવા માટે ઓળખાઈ છે. જ્યાં કરણ જોહર પોતે એક ઐતિહાસિક વિષય પર ફિલ્મ 'તખ્ત' બનાવી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK