બાળકોની સાથે વયસ્કો માટે પણ શિક્ષણ ખૂબ જરૂરી છે : બમન ઈરાની

24 October, 2019 01:16 PM IST  |  મુંબઈ

બાળકોની સાથે વયસ્કો માટે પણ શિક્ષણ ખૂબ જરૂરી છે : બમન ઈરાની

બમન ઈરાની

બમન ઈરાનીનું માનવું છે કે નાના બાળકોની જેમ જ વયસ્કો માટે પણ એજ્યુકેશન જરૂરી છે. મોટી વયનાં લોકોને શિક્ષણ આપવુ
જરૂરી છે એ વિશે બમન ઈરાનીએ કહ્યું હતું કે ‘મારું માનવું છે કે જે રીતે નાના બાળકો માટે શિક્ષણ જરૂરી છે એ રીતે જ મોટી વયનાં લોકોને પણ શિક્ષીત કરવા જરૂરી છે. આજે સમયની સાથે જે લોકો મોટી વયનાં છે તેમણે અનુભવ કેળવ્યો છે, પરંતુ તેઓ કંઇક નવુ શીખતાં નથી. અમે જ્યારે ત્રણ કે સાડા ત્રણ વર્ષનાં થયા તો અમારા પેરન્ટ્સે અમને સ્કૂલમાં એડમિશન અપાવ્યુ હતું. અમે શિક્ષીત થયા અને અમારું શિક્ષણ ત્યાં જ પૂરુ થઈ ગયું. આજે હું મારાં ગ્રૅન્ડ-ચિલ્ડ્રન સાથે શિક્ષણનો અનુભવ લઉં છું.’

બાળકનાં જન્મતાની સાથે જ તેનાં પેરન્ટ્સને બાળકનાં એજ્યુકેશનની ચિંતા સતાવવા લાગે છે. એ વિશે પોતાનો અનુભવ જણાવતાં બમન ઈરાનીએ કહ્યું હતું કે ‘મારા ગ્રૅન્ડ-સનનો જન્મ થયો ત્યારે અમે અમારી વહુને શુભેચ્છા આપવા માટે ગયા હતાં. અમે બાળક પર વ્હાલ વરસાવ્યુ હતું. મારી વહુએ મારા દીકરાને કહ્યું હતું કે આવતી કાલે તું રજીસ્ટ્રેશન કરાવજે. મેં કહ્યું હતું કે હા બર્થ સર્ટિફીકેટ માટે. તો તેમણે કહ્યું હતું કે ના સ્કૂલ માટે રજીસ્ટ્રેશન કરાવવાનું છે. બાળક જે દિવસે જન્મે છે એજ દિવસથી તેનાં પેરન્ટ્સ બાળકનાં એજ્યુકેશન, સારી સ્કૂલમાં એડમિશનને લઈને ચિંતીત હોય છે.

આ પણ વાંચો : માઇકલ જૅક્સન જેવા કમ્પ્લીટ પર્ફોર્મર બનવું છે ટાઇગર શ્રોફે

આટલુ જ નહીં તેમને તો એ પણ ચિંતા સતાવતી હોય છે કે તેમનો બાળક દસમા ધોરણમાં ૯૮.૪૦ ટકા લાવશે કે નહીં. તમારા બાળકનુ કરીઅર ૯૮.૪૦ ટકા અથવા તો ૯૫ ટકા પર નિર્ભર કરે છે. ૯૪ ટકા તો હાલમાં સમયમાં ખૂબ ઓછા ગણવામાં આવે છે. સારુ એજ્યુકેશન, શીખવાની સારી નવી ટૅક્નિક્સ અને ઇનોવેશન મારા મુજબ ખૂબ જરૂરી છે.’

boman irani bollywood news