Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > માઇકલ જૅક્સન જેવા કમ્પ્લીટ પર્ફોર્મર બનવું છે ટાઇગર શ્રોફને

માઇકલ જૅક્સન જેવા કમ્પ્લીટ પર્ફોર્મર બનવું છે ટાઇગર શ્રોફને

24 October, 2019 01:39 PM IST | મુંબઈ

માઇકલ જૅક્સન જેવા કમ્પ્લીટ પર્ફોર્મર બનવું છે ટાઇગર શ્રોફને

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફ


ટાઇગર શ્રોફે ડાન્સ અને સિંગીંગની સાથે માઇકલ જૅક્સન જેવા એક કમ્પલિટ પર્ફોર્મર બનવું છે. ટાઇગરને બૉલીવુડમાં ઍક્શન હીરો તરીકે ઓળખવામાં આવે છે. તેમ જ તેના ડાન્સ પણ ખૂબ જ અદ્ભુત છે. ફિલ્મોની વચ્ચે તે કેટલાક મ્યુઝિક વિડિયોમાં પણ કામ કર્યું છે. આ વિશે પૂછતાં ટાઇગરે કહ્યું હતું કે ‘મ્યુઝિક વિડિયોમાં મને મજા આવે છે. આ વિડિયો નાના હોય છે. એક રીતે જોવા જઈએ તો આ એક શોર્ટ ફિલ્મ જેવા હોય છે. એમાં પણ શરૂઆત અને અંત વચ્ચે સ્ટોરી હોય છે. એથી જ મને મ્યુઝિક વિડિયો પસંદ છે. શોર્ટ ટાઇમમાં તમે કેવી રીતે તમારું વિઝન રજૂ કરો છો એ મહત્વનું છે.’

આ પણ વાંચો : જાન્હવી કપૂર અને ઇશાન ખટ્ટરના સંબંધો પર શાહિદ કપૂરે આપી આ સલાહ...



ભવિષ્યમાં શું ગીત ગાવાનો પ્લાન છે? આ સવાલનો જવાબ આપતાં ટાઇગરે કહ્યું હતું કે ‘મને એમાં કોઈ વાંધો નથી. હું માઇકલ જૅક્સન અને બ્રુનો માર્સનો ખૂબ જ મોટો ફૅન છું. તેઓ ગીત ગાવાની સાથે એક સારા પર્ફોર્મર પણ છે. તેઓ એક કમ્પ્લિટ પર્ફોર્મર છે અને મારે પણ તેમના જેવું બનવું છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2019 01:39 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK