અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીને સ્પેશ્યલ ગણાવી દુલ્કર સલમાને

30 October, 2019 11:29 AM IST  |  મુંબઈ

અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીને સ્પેશ્યલ ગણાવી દુલ્કર સલમાને

દુલ્કર સલમાન સાથે વાઈફ અમાલ

દુલ્કર સલમાન માટે અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટી સ્પેશ્યલ રહી હતી. દુલ્કરે તેની વાઇફ અમાલ સાથે આ પાર્ટીને માણી હતી. અમિતાભ બચ્ચન સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દુલ્કરે કૅપ્શન આપી હતી કે ‘હું સૌથી વધુ જાજરમાન અને સન્માનનીય વ્યક્તિ સાથે છું. આ પાર્ટી માટે બચ્ચન ફૅમિલીનો ખૂબ આભાર. ખાસ કરીને અભિષેક અને શ્વેતાનો. અમુ અને મારા માટે તો આ સૌથી વધુ સ્પેશ્યલ નાઇટ રહી હતી.’

દુલ્કર સલમાન માટે શાહરુખ ખાનને મળવું ફૅન મોમેન્ટ રહી

અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં શાહરુખ ખાનને મળીને દુલ્કર સલમાન ખૂબ ખુશ થયો હતો. આ પાર્ટીમાં તે તેની વાઇફ અમાલ સાથે પહોંચ્યો હતો. શાહરુખ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દુલ્કરે કૅપ્શન આપી હતી કે ‘તેમની ઑરા, તેમની હાજરી. શાહરુખ જ્યાં પણ હોય ત્યાં અન્ય કોઈ વસ્તુ મહત્ત્વ નથી રાખતી. અમે તેમની સામે બાળકો જેવા છીએ. તેમને મળીને અતિશય ખુશ છીએ. એક્સાઇટેડ. મંત્રમુગ્ધ. તેઓ અમને ભેટી પડ્યા સાથે જ ઘણીબધી કિસ પણ તેમણે આપી.’

આ પણ જુઓ : બેહદ ખૂબસુરત છે 'બિગ બૉસ 13'ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Himanshi Khurana

અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં સામેલ થઈને ખુશી વ્યક્ત કરી અનુપમ ખેરે

અમિતાભ બચ્ચને આયોજિત કરેલી દિવાળી પાર્ટીને અનુપમ ખેરે ખૂબ એન્જૉય કરી હતી. આ પાર્ટીમાં અનેક સેલિબ્રિટીઝ પહોંચી હતી. અમિતાભ બચ્ચન સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી હતી કે ‘અમિતાભ બચ્ચનજી અને જયાજી, આ ભવ્ય દિવાળી પાર્ટી માટે થૅન્ક યુ. ખૂબ જ શાનદાર પાર્ટી રહી હતી. એક જ ઠેકાણે અનેક ફ્રેન્ડ્સને મળવાની તક મળી હતી. છેલ્લા ઘણા સમયથી ન્યુ યૉર્કમાં હતો. એથી મને કદી અહેસાસ નહોતો થયો કે હું મારા કલિગ્સને આટલા મિસ કરતો હતો. સૌને ગળે મળીને મારું હૃદય હેતથી છલકાઈ ઊઠ્યું હતું.’

amitabh bachchan diwali bollywood news