Happy Birthday Amitabh Bachchan: 500 રૂપિયામાં નોકરી કરતા હતા મહાનાયક

11 October, 2019 09:22 AM IST  |  મુંબઈ

Happy Birthday Amitabh Bachchan: 500 રૂપિયામાં નોકરી કરતા હતા મહાનાયક

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન ... આજે તો ફક્ત આ નામ જ ઘણું છે. અમિતાભ બચ્ચન ભલે જ આજે બૉલીવુડના મહાનાયક હોય પણ તેઓ એક મહાન સ્તર પર પહોંચી ગયા છે. પરંતુ એમને પણ શરૂઆતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આમ તો અમિતાભ બચ્ચને, જાણીતા લેખક હરિવંશરાય બચ્ચનના પરિવારમાં જન્મ થયો હતો ત્યારે એમને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. તો પણ અમિતાભ બચ્ચને એક સામાન્ય નાગરિકની જેમ જ પોતાના કરિયરની શરૂઆત કરી અને કેટલીક વાર નકારી દીધા બાદ પણ પોતાના પર વિશ્વાસ કાયમ રાખ્યો.

અમિતાભ ફિલ્મોમાં આવવા પહેલા નોકરી કરતા હતી. પોતે અમિતાભ બચ્ચને હાલમાં જ કૌન બનેગા કરોડપતિ શૉમાં જણાવ્યું હતું કે તેઓ પહેલા કોલકાત્તામાં નોકરી કરતા હતા અને એમનો પગાર 500 રૂપિયા હતો. એમણે એક કન્ટેસ્ટન્ટની વાતનો જવાબ આપતા કહ્યું હતું કે તેઓ પહેલા કોલકાત્તામાં રહેતા હતા અને એક મેગેઝિન એજન્સી હોમ નામ ફર્મમાં એક્ઝિક્યૂટિવના પદ પર કામ કરતા હતા.

સાથે જ તે સમય દરમિયાન અમિતાભ બચ્ચને પોતાની સેલેરીનો ખુલાસો પણ કર્યો હતો. અમિતાભ અનુસાર એમણે બર્ડ એન્ડ કંપની, બ્લેક એન્ડ કંપની નામની કંપનીમાં કામ કર્યુ હતું અને એમની સેલેરી 500 રૂપિયા પ્રતિ મહિના હતી, જેના બાદ 800 રૂપિયા કરવામાં આવી હતી. એમણે લગભગ 7-8 વર્ષ નોકરી કરી હતી અને એના બાદ ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો.

આ પણ જુઓ : કાજલ વિસરિયા: માત્ર ગરબા જ નહીં સુગમ સંગીતના તાલે પણ જીતે છે લોકોના મન

જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને વર્ષ 1969માં ફિલ્મ સાત હિન્દુસ્તાની સાથે પોતાની એક્ટિંગ ડેબ્યૂ કર્યો હતો. કહેવાય છે કે એમણે આ ફિલ્મ 5 હજાર રૂપિયામાં સાઈન કરી હતી. એની પહેલા એમણે પોતાની અવાજ માટે બે વાર ઑલ ઈન્ડિયા રેડિયોએ પસંદ નહીં કર્યા. પરંતુ, દરેક અમિતાભ બચ્ચનના અવાજના દીવાના બની ગયા હતા.

amitabh bachchan bollywood news