આલિયા નહીં, પરંતુ દીપિકા બનશે રણબીરની હિરોઇન?

08 June, 2019 10:20 AM IST  |  મુંબઈ

આલિયા નહીં, પરંતુ દીપિકા બનશે રણબીરની હિરોઇન?

રણબીર-દીપિકા

રણબીર કપૂરની હિરોઇન તરીકે આલિયા ભટ્ટની જગ્યાએ હવે દીપિકા પાદુકોણ જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. રણબીર તેની એક્સ-ગર્લફ્રેન્ડ દીપિકા સાથે છેલ્લે ૨૦૧૫માં આવેલી ‘તમાશા’માં જોવા મળ્યો હતો. લવ રંજનની આગામી ફિલ્મમાં રણબીરની સાથે આલિયાને પસંદ કરવામાં આવી હોવાની ચર્ચા હતી. આ ફિલ્મમાં તેમની સાથે અજય દેવગન પણ છે. જોકે આલિયા તેના અગાઉનાં કમિટમેન્ટ્સને કારણે તારીખ ન ફાળવી શકી હોવાથી તેણે ફિલ્મ છોડી હોવાની ચર્ચા છે. તેની ‘ઇન્શાલ્લાહ’ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મને કારણે આલિયા પાસે સમય ન હોય એવું બની શકે છે.

આ પણ વાંચો : કંગના રનોટની દખલગીરીને અફવા ગણાવી મેન્ટલ હૈ ક્યાના ડિરેક્ટરે

આલિયાએ ફિલ્મ છોડતાં એ દીપિકાને ઑફર કરવામાં આવી હોવાની ચર્ચા છે. આ ફિલ્મની સ્ટોરી દીપિકાના પાત્રની આસપાસ ફરતી હોવાથી તેણે એ માટે હા પાડી હોવાની ચર્ચા છે.

ranbir kapoor deepika padukone alia bhatt bollywood news