Chhapaak: દીપિકા પાદુકોણના લૂક માટે કરવી પડી હતી આટલી મહેનત, જુઓ વીડિયો

18 January, 2020 04:13 PM IST  |  Mumbai Desk

Chhapaak: દીપિકા પાદુકોણના લૂક માટે કરવી પડી હતી આટલી મહેનત, જુઓ વીડિયો

બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મ બૉક્સ ઑફિસ પર ભલે સારું પ્રદર્શન નથી કરી શકી, પણ ફિલ્મના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. તો, દીપિકા પાદુોકણના લૂક અને તેના મેકઅપના ખૂબ જ વખાણ થઇ રહ્યા છે, જેમાં તેણે એક એસિડ એટેક પીડિતાનો લૂક અપનાવ્યો છે, પણ શું તમે જાણો છો કે આ લૂક માટે દીપિકાને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને આ ખૂબ જ ચેલેન્જિંગ પણ હતું.

મેઘના ગુલઝારના નિર્દેશનમાં બનેલી ફિલ્મની સ્ટોરીને સકારાત્મક પગલું કહેવામાં આવી રહ્યું છે. દીપિકા પાદુકોણે એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનું પાત્ર ભજવવા માટે તેણે જે લૂક અપનાવ્યો છે, તે ચર્ચામાં છે. હવે દીપિકાએ આ લૂક અપનાવવા માટે આવેલા ચેલેન્જનો એક વીડિયો શૅર કર્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે આ ગેટઅપ માટે તે કેવી રીતે તૈયાર થતી હતી. સાથે જ તેણે કઇ કઇ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

વીડિયોમાં દેખાય છે કે મેકઅપ આર્ટિસ્ટ તેને શૂટિંગ માટે તૈયાર કરી રહી છે. દીપિકાએ આ વીડિયોને શૅર કરતાં લખ્યું છે-"છપાકનો ચહેરો, તાકતનો ચહેરો, હિંમતનો ચહેરો. સાથે જ દીપિકાએ તેના પાત્રમાં મદદ કરનારા બધાં લોકોને વીડિયોમાં ટેગ કર્યા છે. દીપિકાએ વિક્રાંત મેસી, મેઘના ગુલઝાર, શંકર એહસાન રૉય, ગુલઝારનું નામ સામેલ છે."

આ પણ વાંચો : હવે મચશે ડરની અફરા તફરી કારણ ટ્રેલર થઈ ગયું છે રિલીઝ....

ચહેરાનો મેકિંગ વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો આમાં દીપિકાના વખાણ કરી રહ્યા છે. જમાવીએ કે ફિલ્મમાં દીપિકાએ પોતાના લૂક પર ખૂબ જ કામ કર્યું છે, કારણકે આખી ફિલ્મમાં દીપિકાના 9 લૂક હતા. આ 9 લૂકમાં લક્ષ્મી અગ્રવાલની આખી લાઇફ બતાવવામાં આવી છે. જણાવીએ છપાક 10 જાન્યુઆરી 2020ના રિલીઝ થઈ હતી, જેણે લગભગ 28 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે.

bollywood bollywood news bollywood gossips deepika padukone