બચ્ચન પાન્ડે અને લાલ સિંહ ચઢ્ઢાની ટક્કર ટળશે?

13 November, 2019 11:14 AM IST  |  Mumbai

બચ્ચન પાન્ડે અને લાલ સિંહ ચઢ્ઢાની ટક્કર ટળશે?

આમિર-અક્ષય

અક્ષયકુમારની ‘બચ્ચન પાન્ડે’ અને આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ બૉક્સ-ઑફિસ પર પરસ્પર નહીં ટકરાય એવી શક્યતા દેખાઇ રહી છે. ‘બચ્ચન પાન્ડે’ ૨૦૨૦ની ક્રિસમસમાં રિલીઝ થવાની હતી. એ જ સમયમાં આમિરની ‘લાલ સિંહ ચઢ્ઢા’ પણ રિલીઝ થવાની છે. જોકે હવે એવી માહિતી મળી રહી છે કે ‘બચ્ચન પાન્ડે’ની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યુ છે. સાથે જ એના પ્રિ-પ્રોડક્શનમાં પણ ખાસ્સો સમય લાગી રહ્યો છે.

આજ કારણ છે કે અક્ષયકુમાર અને પ્રોડ્યુસર્સ શૂટને પાછળ ધકેલવાનું વિચારી રહ્યા છે. એથી આ ફિલ્મની રિલીઝ ડૅટ પણ પાછળ ખસેડવામાં આવે એ સ્વાભાવિક છે. ફિલ્મની ટીમ પાસે હવે પૂરતો સમય છે કે તેઓ સ્ક્રિપ્ટને વધુ સમય આપી શકે. એથી એમ કહી શકાય કે આમિરની ‘લાલ સિંહ ચઢ્ઢા’ને સોલો રિલીઝ મળવાની છે. અક્ષયકુમારે તાજેતરમાં જ આગામી ફિલ્મ ‘બેલ બૉટમ’ની જાહેરાત કરી છે. આ ફિલ્મ ૨૦૨૧ની બાવીસમી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

આ પણ જુઓ : Happy Birthday Juhi Chawla: રૅર અને યુવાનીના ફોટોઝ પર કરો એક નજર

તે હાલમાં ‘સૂર્યવંશી’ અને ‘લક્ષ્મી બૉમ્બ’માં બિઝી છે. આ ફિલ્મો બાદ તે યશ રાજ ફિલ્મ્સની ‘પૃથ્વીરાજ ચૌહાણ’ પર કામ શરૂ કરશે. આ ફિલ્મ ૨૦૨૦ની દિવાળીમાં રિલીઝ થાય એવી શક્યતા છે. જો બધું સમું સૂથરું પાર પડ્યુ તો ‘બચ્ચન પાન્ડે’નું શૂટિંગ પણ શરૂ કરવામાં આવશે. એથી ૨૦૨૧માં અક્ષયકુમારની બે ફિલ્મો એક પછી એક રિલીઝ થાય તો નવાઈ નહીં.

aamir khan akshay kumar bollywood news