મહાશિવરાત્રીના પર્વ પર ભક્તિમાં ડુબ્યું બોલીવુડ

04 March, 2019 07:42 PM IST  | 

મહાશિવરાત્રીના પર્વ પર ભક્તિમાં ડુબ્યું બોલીવુડ

મહાશિવરાત્રી

આજે ભારતભરમાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે બોલીવુડ કેમ પાછળ રહી જાય, આ પાવન અવસરે બોલીવુડના પણ અનેક સિતારાઓએ ભગવાન શિવની આરાધના કરી.

અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, અજય દેવગન, અનુપમ ખેરથી લઈને અનેક બોલીવુડ સિતારાઓ મહાશિવરાત્રીના પવિત્ર દિને એકબીજાને મહાશિવરાત્રીની શુભેચ્છાઓ, વધામણીઓ આપી રહ્યા છે અને હર હર મહાદેવના નારા લગાવી રહ્યા છે. એટલું જ નહીં આજે તો સોશિયલ મીડિયા પર પણ વાતાવરણ ભક્તિમય બની ગયું છે. બધાં જુદી જુદી રીતે મહાદેવની ભક્તિ અને શિવરાત્રીના શુભેચ્છાઓ સાથે પોતાના દિવસને શુભતાથી ભરી રહ્યા છે.

 

 

આ પણ વાંચો : ભાઇ-ભાઇ ફેમ અરવિંદ વેગડાનું હિન્દી સોંગ “નઝર નઝર” થયું લોકપ્રિય

ઉલ્લેખનીય છે કે અહીં તમને અભિનેત્રી કૃતિ સેનોનને શિવજીની પૂજા કરતી જોવા મળે છે. તો અક્ષય કુમારે આ પ્રસંગે બધાના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી છે. તો બીજી તરફ અમિતાભ બચ્ચન પણ હર હર મહાદેવના જયઘોષ કરતા દેખાયા.

bollywood events bollywood bollywood news amitabh bachchan ajay devgn anupam kher