અર્જુન કપૂરે શૅર કર્યો ફોટો, તો મલાઈકાએ ઉડાવી મજાક

26 August, 2019 01:04 PM IST  | 

અર્જુન કપૂરે શૅર કર્યો ફોટો, તો મલાઈકાએ ઉડાવી મજાક

બોલીવુડ એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરા પોતાના સંબંધોને જાહેરમાં સ્વીકારી ચૂક્યા છે. અર્જુન કપૂર અને મલાઈકા ઘણીવાર સાથે જોવા મળ્યા છે. બન્ને સ્ટાર્સ એકબીજાનો ફોટોઝ શૅર અને તેમની પર કમેન્ટ કરતા રહે છે. અર્જુન અને મલાઈકા હવે ખુલીને એકબીજાના વખાણ કરવામાં કે કમેન્ટ કરવામાં સંકોચ નથી રાખતા. હાલમાં મલાઈકા અરોરાએ અર્જુન કપૂરના ફોટો પર એવી કમેન્ટ કરી કે અંદાજ અર્જુને પણ નહીં લગાવ્યો હોય.

અર્જુન કપૂર તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમા મલાઈકાએ મજેદાર કમેન્ટ કરી છે. આ ફોટોમાં અર્જુન કપૂર સામે એક વ્યક્તિ અરીસો પકડીને ઉભો છે. અર્જુન કપૂર અરીસામાં પોતાને ધ્યાનથી જોઈ રહ્યો છે. ફોટો પોસ્ટ કરતા અર્જુન કપૂરે કેપ્શન પણ આપ્યું હતું, જેની મજાક મલાઈકાએ ઉડાવી હતી. અર્જુન કપૂરે લખ્યું કે, 'મિરર મિરર (નોટ) ઓન ધ વૉલ.' આ કેપ્શન પર મલાઈકાએ લખ્યુ હતું કે, 'વાહ શું હ્યૂમર...' મલાઈકાની કમેન્ટને ઘણા લોકોએ એ લાઈક કરી હતી અને તેના ફેન્સે અલગ અલગ કમેન્ટ્સ કરી હતી. અર્જુન કપૂરનો આ ફોટો લેકમે ફેશન વીક દરમિયાન બેક સ્ટેજનો માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો: આવો છે દેશની 'ગોલ્ડન ગર્લ' PV Sindhuનો ઑફ ધ ફિલ્ડ અંદાજ

ઉલ્લેખનીય છે કે, લેકમે ફેશન વીક 2019માં મલાઈકા અરોરાએ પણ રેમ્પ વૉક કર્યુ હતું. ફેશન વીકમાં તેણે લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે ગ્લેમરસ લાગી હતી. મલાઈકા સિવાય કેટરિના કેફ, દિશા પટની, કરિના કપૂર સહિતના ઘણા સ્ટાર્સે પણ રેમ્પ વૉક કર્યું હતું. લેકમે ફેશન વીક 2019ના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

arjun kapoor entertaintment gujarati mid-day