ઝરીન ખાનના સપોર્ટમાં આવી અનુષ્કા શર્મા

02 September, 2019 08:29 AM IST  | 

ઝરીન ખાનના સપોર્ટમાં આવી અનુષ્કા શર્મા

ઝરીન ખાનને તેના સ્ટ્રેચ માર્ક્સને લઈને ટ્રોલ કરવામાં આવતાં તેના સપોર્ટમાં અનુષ્કા શર્મા આવી છે. ઝરીન ખાને હાલમાં જ પોતાનો એક ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. ફોટોમાં તેના સ્ટમક પરના સ્ટ્રેચ માર્ક્સ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. એનું કારણ છે કે ઝરીને ૧૫ કિલો વજન ઘટાડ્યું છે. એથી તેને સ્ટ્રેચ માર્ક્સ પડી ગયા છે. એવામાં ઝરીનને સપોર્ટ કરતાં ઇન્સ્ટાસ્ટોરી પર અનુષ્કાએ કૅપ્શન આપી હતી કે ‘ઝરીન તું સુંદર, બહાદુર અને સશક્ત વ્યક્તિ છે. તું પોતાનામાં જ પર્ફેક્ટ છે.’

આ પણ વાંચો: અંબાણી પરિવારમાં આ રીતે ઉજવાય છે ગણેશોત્સવ, જુઓ ફોટોઝ

anushka sharma gujarati mid-day bollywood gossips