Shah Rukh-Kajol ના રંગમાં રંગાયા કેન્યાઈ, અનુપમ ખેરે શૅર કર્યો વીડિયો

13 September, 2019 04:09 PM IST  | 

Shah Rukh-Kajol ના રંગમાં રંગાયા કેન્યાઈ, અનુપમ ખેરે શૅર કર્યો વીડિયો

શાહરુખ ખાનનું ફેન ફોલોવિંગ દુનિયાભરમાં છે. શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ 'દિલવાલે દુલહનિયા લે જાયેગે' તેના ફેન્સ વચ્ચે ઘણી પોપ્યુલર છે. આજે પણ ફિલ્મનો ક્રેઝ તેના ફેન્સમાં જોવા મળી રહ્યો છે. શાહરુખ-કાજોલના જબરા કેન્યાઈ ફેનનો એક મજેદાર વીડિયો એક્ટર અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે.

વાઈરલ વીડિયોમાં શાહરુખ ખાનના 2 કેન્યાઈ ફેન વર્ષ 1995માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનું ગીજ તુજે દેખા તો પર લિપ-સિંક કરતા દેખાઈ રહ્યાં છે. જણાવી દઈએ કે, આ રોમેન્ટિક ગીત શાહરુખ અને કાજોલ પર ફિલ્માવાયું છે. વીડિયો શૅર કરતા અનુપમ ખેરે લખ્યુ હતું કે, જાહેર છે કેન્યાના શાહરુખ અને કાજોલ જે 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ના ફેમસ ગીત પર લીપ-સિંક કરી રહ્યાં છે. આ વીડિયો 'તુજે દેખા તો...' ગીતને કમ્પોઝ કરનારા લલિત પંડિતે શૅર કર્યો હતો. કેન્યાઈ ફેન પર આ વીડ્યો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: શ્રદ્ધા કપૂરે આશિકી 2 ફિલ્મ બાદ થયેલી તકલીફને લઇને કર્યો મોટો ઘટસ્ફોટ

રોમેન્ટિક ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' ને ઈન્ડિયન સિનેમાની બેસ્ટ ફિલ્મોમાંથી એક ગણવામાં આવે છે. ફિલ્મમાં અનુપમ ખેરે શાહરુખ ખાનના પિતાનો રોલ ભજવ્યો હતો. ફિલ્મમાં અમરીશ પુરી કાજોલના પિતાના રોલમાં હતા. આ આઈકોનિક ફિલ્મને આદિત્ય ચોપરાએ ડિરેક્ટ કરી હતી.

Shah Rukh Khan entertaintment gujarati mid-day