રિલીઝ થયું મલંગનું ફર્સ્ટ લૂક, જુઓ અનિલ કપૂરની જબરજસ્ત સ્ટાઇલ

24 December, 2019 05:06 PM IST  |  Mumbai Desk

રિલીઝ થયું મલંગનું ફર્સ્ટ લૂક, જુઓ અનિલ કપૂરની જબરજસ્ત સ્ટાઇલ

પોતાની ફિટનેસ માટે વધારે ચર્ચામાં રહેનારા અનિલ કપૂર પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસ પર તેના ચાહકો તેને જન્મદિવસની વધામણી આપી રહ્યા છે. આ દરમિયાન જ તેની અપકમિંગ ફિલ્મ 'મલંગ'ના મેકર્સે અનિલ કપૂરનો ફર્સ્ટ લૂક પણ શૅર કર્યો છે. અનિલ કપૂરે ફિલ્મ મલંગ માટે શૂટિંગ શરૂ કરી દીધી છે અને ફર્સ્ટ લૂકથી ખબર પડે છે કે તે ફિલ્મમાં એક પોલીસકર્મચારીની ભૂમિકામાં દેખાવાના છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મનો લૂક પણ શૅર કર્યો છે, જેમાં અનિલ કપૂર યુનિફોર્મ પહેર્યું છે અને લાલ ચશ્મા લગાડીને જોરથી હસતો હોય તેવું દેખાય છે. આ ફિલ્મનું નિર્દેશન મોહિત સૂરી કરી રહ્યા છે અને ફિલ્મમાં અનિલ કપૂર સાથે આદિત્ય રૉય કપૂર અને દિશા પટણી પણ દેખાવાની છે. આ ફિલ્મ માટે આદિત્ય રૉયે પોતાની બૉડી પર ખાસ ધ્યાન આપ્યું છે.

જણાવીએ કે કેટલાક દિવસ પહેલા ફિલ્મ મેકર્સે આદિત્ય રૉય કપૂરના જન્મદિવસ એટલે કે 16 નવેમ્બરના જ ફિલ્મનું ફર્સ્ટ લૂક શૅર કર્યો હતો. ફર્સ્ટ લૂકમાં આદિત્ય રૉય કપૂર અને દિશા પટણી મસ્તી કરતાં દેખાય છે. પોસ્ટરમાં દેખાય છે કે આદિત્ય રૉય કપૂર સિક્સ પૅક્સમાં દેખાય છે અને તેનો સાથ દિશા પટણી પણ દેખાવાની છે. સાથે જ બીજા પણ કેટલાય લોકો છે, જે શર્ટલેસ દેખાઇ રહ્યા છે.

આ પણ વાંચો : આ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે આ ગુજરાતી અભિનેત્રી

જણાવીએ કે ફિલ્મ 14 ફેબ્રુઆરી 2020ના રિલીઝ થશે. ફિલ્મના પહેલા લૂકથી લાગે છે કે ફિલ્મ યંગસ્ટર્સને ખૂબ જ પસંદ આવશે અને ફિલમમાં ગોવાની મસ્તી બતાવવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં તે બે જુદાં જુદાં એજ ગેપના પાત્રોને જીવવાના છે.

anil kapoor bollywood bollywood news happy birthday