Taapsee Pannuએ અમિતાભને કર્યો SMS,બિગ બીએ ટ્વિટર પર કરી દીધો જાહેર

12 July, 2019 03:10 PM IST  |  મુંબઈ

Taapsee Pannuએ અમિતાભને કર્યો SMS,બિગ બીએ ટ્વિટર પર કરી દીધો જાહેર

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર અભિનેત્રી તાપસી પન્નુનો SMS શૅર કરી દીધો છે. તાપસી પન્નુએ આ વાતને સકારાત્મક રીતે લેતા અમિતાભ બચ્ચચના આ અંદાજના વખાણ કર્યા છે. અમિતાબ બચ્ચને તાપસી પન્નુએ તેમને કરેલો એક SMS ટ્વિટર પર શૅર કર્યો છે. આ ટ્વિટમાં અમિતાભ બચ્ચને લખ્યું છે,'આ તાપસી પન્નુ છે, મારી સહકલાકાર છે અને તેને ખ્યાલ છે કે તેણે આ SMS મને મોકલ્યો છે.'

આ ટ્વિટમાં અમિતાભ બચ્ચને તાપસી પન્નુએ મોકલેલો SMS પણ મૂક્યો છે. જેમાં તાપસી પન્નુએ લખ્યું છે,'હાય રોકસ્ટાર, આ મારા પાગલપનની એક ઝલક છે, જે આ દિવાળીએ રિલીઝ થવાની છે. આ તમારી સાથે શૅર કરીને હું ખૂબ ઉત્સાહિત છું. જો તમને સારુ લાગે તો મને જાણ કરજો.'

બિગ બીના આ ટ્વિટના જવાબમાં તાપસીએ પણ કમેન્ટ કરી છે. તાપસી પન્નુએ કહ્યું,'હા હા હા, હું માનું છું કે આ વખતે દિવાળી તમે અમારી સાથે જ મનાવશો.'

ઉલ્લેખનીય છે કે તાપસી પન્નુ અને અમિતાભ બચ્ચન વચ્ચે સારી મિત્રતા છે. બંને એક સાથે ખૂબ ગંભીરતાથી કામ કરે છે. જાહેરમાં પણ એકબીજાનું સન્માન કરે છે. તાપસી પન્નુએ આ રીતે ચાલાકીથી પોતાની ફિલ્મ સાંડ કી આંખનો પ્રચાર પણ કરાવી લીધો છે.

આ પણ વાંચોઃ પ્રાણઃ ક્રિકેટ જોવા સવારે 5 વાગે લાઈનમાં ઉભા રહેતા હતા 'શેર ખાન'

ફિલ્મ સાંડ કી આંખથી તુષાર હિરાનંદાની ડેબ્યુ કરી રહ્યા છે. તુષાર આ પહેલા મેં તેરા હીરો, એક વિલન અને હાફ ગર્લફ્રેન્ડની સ્ટોરી લખી ચૂક્યા છે.

taapsee pannu amitabh bachchan bollywood entertaintment