અમિતાભ બચ્ચનનું 75 ટકા લિવર છે ખરાબ, છે આ ખતરનાક બીમારી

20 August, 2019 05:12 PM IST  |  મુંબઈ

અમિતાભ બચ્ચનનું 75 ટકા લિવર છે ખરાબ, છે આ ખતરનાક બીમારી

અમિતાભ બચ્ચન (File Photo)

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન કોન બનેગા કરોડપતિના કારણે ચર્ચામાં છે. તેમની બોલવાની સ્ટાઈલ અને શોમાં તેમની એન્ટ્રી વિશે ખૂબ જ ચર્ચા થઈ રહી છે. લોકો 76 વર્ષે બિગ બીની પર્સનાલિટીના ખૂબ વખાણ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન જે રીતે પોતાની જાતને કૅરી કરે છે, તે જોઈને તમામ લોકો તેમના વખાણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે સ્ટાઈલિશ અને ફિટ દેખાતા અમિતાભ બચ્ચનનું 75 ટકા લિવર ખરાબ થઈ ચુક્યુ છે અને તેઓ એક ખતરનાક બીમારી સામે ઝઝૂમી રહ્યા છે.

જી હાં, આ વાતોનો ખુલાસો ખૂબ અમિતાભ બચ્ચને જક ર્યો છે. તેમણે કહ્યું કે તેમનું 75 ટકા લિવર ખરાબ થઈ ચૂક્યુ છે, અને તે ફક્ત 25 ટકા લિવરના સહારે જ જિંદગી જીવી રહ્યા છે. ટીવી ચેનલ NDTVના કાર્યક્રમ સ્વસ્થ ઈન્ડિયાનો ભાગ બનેલા અમિતાબ બચ્ચને કહ્યું કે મને એ કહેવામાં કોઈ ડર નથી લાગતો કે હું ટ્યુબરક્લોસિસ અને હિપેટાઈટિસ બીથી પીડિત છું. સાથે જ તેમણે કહ્યું કે મારા લિવરનો 75 ટકા હિસ્સો ખરાબ છે અને હું ફક્ત 25 ટકા લિવરના સહારે જીવી રહ્યો છું

પોલિયો, હિપેટાઈટિસ બી, ટીબી, ડાયાબિટીઝ જેવી બીમારીઓ અંગેના અભિયાન સાથે જોડાયેલા અમિતાભ બચ્ચને લોકોને ટેસ્ટ કરાવવા અને ઈલાજ કરાવવા કહ્યું છે. અમિતાભ બચ્ચને કહ્યું,'ટીબી જેવી બીમારીનો પણ ઈલાજ હોય છે. મને 8 વર્ષ સુધી ખ્યાલ નહોતો આવ્યો કે મને ટીબી છે. હું કહી રહ્યો છું કે મારી સાથે જે થયું તે કોઈની પણ સાથે થઈ શકે છે. જો તમે તપાસ કરાવવા તૈયાર નથી તો તમને કશું ખ્યાલ નહીં આવે અને તેનો ઈલાજ પણ નહીં થઈ શકે.'

આ પણ વાંચોઃ Urvashi Solanki:જુઓ 'વિજયપથ'ની ગુજરાતી ગોરીનો કામણગારો અંદાજ 

તમને જણાવી દઈએ કે બિગ બી ઘણા હેલ્થ પ્રોબ્લેમ્સનો સામનો કરી ચૂક્યા છે, અને તેમના પર ઘણી સર્જરી પણ થઈ ચૂકી છે. તો વર્ષ 1982માં ફિલ્મ કૂલીના શૂટિંગ દરમિયાન તેમને ઈજા થઈ હતી. જેમાં તેમનું ખૂબ જ લોહી વહી ગયું હતું. સ્થિતિ એવી હતી કે ડોક્ટરોએ તેમને ક્લીનિકલી ડેડ જાહેર કર્યા હતા. જો કે અમિતાભ બચ્ચન તેમાંથી બહાર આવ્યા અને ફરી ફિલ્મોમાં પાછા ફર્યા.

amitabh bachchan kaun banega crorepati