વાંચો, કેમ અમિતાભ બચ્ચને ફેસબુક વિરુદ્ધ કાઢ્યો બળાપો ?

06 June, 2019 11:15 AM IST  |  મુંબઈ

વાંચો, કેમ અમિતાભ બચ્ચને ફેસબુક વિરુદ્ધ કાઢ્યો બળાપો ?

બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર નિયમિત એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ હોય કે પછી ફેસબુક બિગ બી સમયાંતરે પોસ્ટ મૂકતા જ રહે છે. એમાંય જો બ્લોગની વાત કરીએ તો ગમે તેટલા ટાઈટ શૂટિંગ શેડ્યુલ છતાંય અમિતાભ બચ્ચન બ્લોગ પર પોસ્ટ શૅર કરવાનું ભૂલતા નથી. કેટલીકવાર તેમની સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચાનો વિષય પણ બને છે.

જો કે, ગુરુવારે અમિતાભ બચ્ચને ફેસબુક પર પોસ્ટ કરીને ફેસબુક વિરુદ્ધ બળાપો કાઢ્યો છે. અમિતાભ બચ્ચને પોતાના ઓફિશિયલ પેજ પર હિન્દીમાં પોસ્ટ લખીને ફેસબુકની ફંક્શનાલિટી વિરુદ્ધ ઉભરો ઠાલવ્યો છે. બિગ બીએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે,'FB 2387 - યાર ફેસબુકમાં એક મોટી સમસ્યા છે. અહીં લખતા લખતા, જો બીજા કોઈ પેજ પર જવું હોય, અને અહીં જે લખી રહ્યા છો એ પાછા આવીએ ત્યારે એવું જ રહે, તો ફેસબુક પુછે છે કે કેન્સલ કરીએ કે લેટર.

એટલે કે જો તમે ક્યાંક ગયા અને તમારું લખવાનું બાકી છે, તો તમે જે લખ્યું છે તે ડિલીટ થઈ જશે.

મુસીબત !

ટ્વિટરમાં આવું નથી થતું, જો ત્યાં લખતા લખતા, બાકી રહી જાય અને તમે ક્યાંક બીજે જવા ઈચ્છો છો, તો જ્યારે તમે પાછા આવો ત્યારે જે લખ્યું હતું એ એમનું એમ જ રહે છે !???'

આ પોસ્ટ જોતા લાગે છે કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ફેસબુકના કેટલાક ફંક્શનને લઈ નાખુશ છે. જો કે તેમણે ટ્વિટરની સુવિધાના વખાણ કર્યા છે. અમિતાભ બચ્ચનની સોશિયલ મીડિયા પર રેગ્યુલારિટી અને ડિસિપ્લિન્ટ પોસ્ટના કારણે તેમના ફૅન્સ પણ પોસ્ટની રાહ જોતા હોય છે. હવે બિગ બીના આ પોસ્ટ પર ફૅન્સ પણ કમેન્ટ કરીને તેમને પોસ્ટ સેવ રાખવાના જુદા જુદા ઉપાય સૂચવી રહ્યા છે.

આ પણ વાંચોઃ એક સમયે આવા લાગતા હતા જૅકી શ્રોફ, જુઓ અનસીન ફોટોઝ

જો કે જોવાનું એ રહેશે કે ભારતના મિલેનિયમ સ્ટારની આ વાત ફેસબુક સુધી પહોંચે છે કે નહીં ? અને ફેસબુક આ મામલે યુઝર્સને કોઈ નવી સુવિધા આપશે કે નહીં ?

amitabh bachchan facebook bollywood