બચ્ચન સરનેમ કઈ રીતે મળી એનો ખુલાસો કર્યો અમિતાભ બચ્ચને

30 July, 2019 08:01 AM IST  |  મુંબઈ

બચ્ચન સરનેમ કઈ રીતે મળી એનો ખુલાસો કર્યો અમિતાભ બચ્ચને

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનને તેમની અટક કેવી રીતે મળી એની સ્ટોરી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તેમનું કહેવું છે કે તેમનાં પિતા કવી હરીવંશરાય બચ્ચને એને ઉપનામ તરીકે સ્વીકારી હતી. આ વિશે પૂરી માહિતી આપતાં પોતાનાં બ્લૉગ પર અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘જાતિવાદની પ્રથા આપણાં દેશમાં સદીઓથી ચાલી આવી છે. એને અનેક લોકોએ અપનાવી છે તો કેટલાક લોકોએ એનો અસ્વીકાર કર્યો છે. હવે એનો અમુક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

લોકોથી નહીં, પરંતુ જાતિવાદ જેવી બિમારીથી આપણી સોસાયટી પીડિત છે. બાબુજીનો જન્મ કાયસ્થ ઘર અને શ્રીવાસ્તવમાં થયો હતો. જોકે તેઓ હંમેશાંથી જાતિવાદનાં દૂષણનો વિરોધ કરતાં હતાં. તેમનું ઉપનામ કહો કે પૅન નેમ કહો તેમણે ‘બચ્ચન’ને ઉપનામ તરીકે સ્વીકાર્યું હતું. પ્રતિષ્ઠિત કવીઓ, લેખકો હંમેશાંથી પોતાનાં નામને ઉપનામ સાથે જોડતાં હતાં. એથી ‘બચ્ચન’એ મારા પિતાનું પૅન નેમ અને કવી તરીકેનું ઉપનામ બની ગયું હતું. એ ઉપનામ પર તેમનો વિશ્વાસ વધુ દૃઢ ત્યારે બન્યો જ્યારે મારો જન્મ થયો હતો.

મારા ઍડમિશન માટે મને જ્યારે પહેલી સ્કૂલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારે ટીચર્સે પૂછયું હતું કે ઍડમિશન ફોર્મમાં આ છોકરાની અટક શું લખવામાં આવે. એ વખતે મારા માતા પિતાએ ઝડપથી ચર્ચા વિચારણાં કરી હતી. બાદમાં તેમણે નક્કી કરી લીધું હતું કે ‘બચ્ચન’ અમારા પરિવારની અટક રહેશે.

આ પણ વાંચો : સાડીવાળા ગ્લેમરસ લૂક પછી અનુષ્કા શર્માએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો

ત્યાર બાદ હું મારા ફૅમિલીનો પહેલો વ્યક્તિ બન્યો જેને ‘બચ્ચન’ અટક મળી. આજ દિન સુધી એ અટક ચાલી આવી છે અને ભવિષ્યમાં પણ એ યથાવત રહેશે. મારા પિતા, ધ બચ્ચન ‌અને હું આ અટક મળતાં ગર્વ અનુભવીએ છીએ.’

amitabh bachchan bollywood news