ગુલાબો સિતાબોમાં સાથે કામ કરશે શૂજિત સિરકાર, આયુષ્માન અને બિગ બી

16 May, 2019 10:34 AM IST  |  મુંબઈ

ગુલાબો સિતાબોમાં સાથે કામ કરશે શૂજિત સિરકાર, આયુષ્માન અને બિગ બી

શૂજિત સરકાર, આયુષ્માન

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના બહુ જલદી શૂજિત સિરકારની ‘ગુલાબો સિતાબો’માં સાથે જોવા મળશે. શૂજિત સરકારે ‘વિકી ડોનર’માં આયુષ્માન સાથે અને ‘પીકૂ’માં અમિતાબ બચ્ચન સાથે કામ કર્યું હતું. આ પહેલી વાર છે જેમાં તેઓ ત્રણે સાથે કામ કરી રહ્યા છે. ‘વિકી ડોનર’, ‘પીકૂ’ અને ‘ઑક્ટોબર’માં શૂજિત અને જુહી ચતુર્વેદીએ સાથે કામ કર્યું હતું અને હવે તેઓ ફરી ‘ગુલાબો સિતાબો’માં સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મની સ્ટોરી લખનઉ પર આધારિત છે અને એ એક ફૅમિલી-કૉમેડી ફિલ્મ છે. આ વિશે શૂજિતે કહ્યું હતું કે ‘આપણે બધા જાણીએ છીએ કે જુહીની સ્ટોરીમાં તેનો ટ્રેડમાર્ક જોવા મળે છે. મેં આ સ્ટોરી જ્યારે વાંચી ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો હતો.

આ પણ વાંચો : આ એક્ટરે પોતાને ગણાવ્યો ગરીબોનો હ્રિતિક રોશન, જાણો કેમ ?

મેં મારા મિત્ર અને પ્રોડ્યુસર રૉની સ્ક્રૂવાલા, અમિતાભ બચ્ચન અને આયુષ્માન સાથે એને શૅર કરી હતી. મેં વિચાર્યું હતું કે આ ફિલ્મને આગળ વધારવા માટે ઘણો સમય લાગશે, પરંતુ તમામ લોકો ખૂબ જ ઉત્સાહિત હતા અને અમિતાભ બચ્ચન અને આયુષ્માને પણ તેમની તારીખો એડ્જસ્ટ કરી અને અમે ફિલ્મ લઈને આવી ગયા. આ ફિલ્મને હવે આ વર્ષે જ રિલીઝ કરવામાં આવશે.’

shoojit sircar ayushmann khurrana amitabh bachchan