કરીના સાથે કામ કરવું વાઇલ્ડ પિકનિક જેવુ લાગે છે અક્ષયને

27 November, 2019 12:24 PM IST  |  Mumbai

કરીના સાથે કામ કરવું વાઇલ્ડ પિકનિક જેવુ લાગે છે અક્ષયને

કરીના કપૂર

અક્ષયકુમારનું માનવુ છે કે કરીના કપૂર ખાન સાથે કામ કરવુ તેનાં માટે એક વાઇલ્ડ પિકનિક જેવુ છે. આ બન્ને ‘ગુડ ન્યુઝ’માં જોવા મળવાનાં છે. ૨૭મી ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં તેમની સાથે દિલજિત દોસંજ અને કિયારા અડવાણી પણ જોવા મળશે. કરીનાની પ્રશંસા કરતાં તાજેતરમાં જ અક્ષયકુમારે જણાવ્યું હતું કે તેની સાથે ફિલ્મો બનાવવી એ એક વાઇલ્ડ પિકનીક પર જવા સમાન છે. કરીના જે પણ કામ કરે છે તે અદ્ભુત હોય છે પછી ભલે તેણે કોઈ ગોટાળો પણ કેમ ના કર્યો હોય.

આ પણ જુઓ : આનંદી ત્રિપાઠી: 'મૈયરમાં મનડું નથી લાગતું'ની અભિનેત્રી અત્યારે દેખાય છે આવી

કરીના એક રહસ્યથી ભરપૂર વ્યક્તિ છે. સાથે જ અક્ષયકુમારે એમ પણ જણાવ્યું હતું કે જ્યારે કેમેરાની ક્લેપનો અવાજ આવે છે તો કરીના એક મમ્મી, ફ્રેન્ડ અને કો-સ્ટારમાંથી સિનેમાની એક પ્રોફેશનલ ક્વીન બની જાય છે.

akshay kumar kareena kapoor bollywood news