‘છપાક’ ફિલ્મમાં એસિડ એટેક સર્વાઈવર જોવા મળશે

30 December, 2019 06:35 PM IST  |  Mumbai

‘છપાક’ ફિલ્મમાં એસિડ એટેક સર્વાઈવર જોવા મળશે

છપ્પાક

દીપિકા પદુકોણની સામાજિક ફિલ્મ 'છપાક' માં મેઘના ગુલઝારે એસિડ એટેક સર્વાઈવરને પણ કાસ્ટ કરી છે. આ ફિલ્મ એસિડ એટેકથી બચેલી લક્ષ્મી અગ્રવાલની કહાનીથી પ્રેરિત છે. મેઘના ગુલઝારની નવી ફિલ્મ 'છપાક' માં એસિડ એટેક સર્વાઈવર માલતીના રોલમાં દીપિકા પદુકોણ સિવાય અસલી એસિડ એટેક સર્વાઈવરને પણ બતાવવામાં આવશે. આ ફિલ્મની કહાની અસલી એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલની કહાનીથી પ્રેરિત છે.

એસિડ એટેક સર્વાઈવરને ફિલ્મમાં લેવાનો નિર્ણય સંપુર્ણ નવો હતો
: મેઘના
મેઘનાએ આ ફિલ્મ વિશે વાત કરતા કહ્યું કે," મારો એસિડ એટેક સર્વાઈવરને ફિલ્મમાં લેવાનો નિર્ણય સંપૂર્ણ નવો હતો. કારણ કે, આ ફિલ્મમાં માલતી અને અમોલ દ્વારા ચલાવવામાં આવતા એનજીઓમાં હાજર સર્વાઈવરના પાત્રો લેવામાં આવ્યા હતા. જેના માટે અમારે એવા પાત્રોની જરૂર હતી, જે સર્વાઈવરની ભૂમિકા ભજવે. ત્યારે મેં વિચાર્યું કે, આલોક દિક્ષિતની એનજીઓની ભૂમિકા માટે અસલી એસિડ એટેક સર્વાઈવરને લેવામાં આવે અને હું તેની ખૂબ આભારી છું. આખરે તેઓ માની ગયા."

આ પણ જુઓ : આ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે આ ગુજરાતી અભિનેત્રી

એસિડ એટેક સર્વાઈવર માટે આ ફિલ્મ મહત્વની છે : મેઘના
આ ફિલ્મમાં શીરોજ અને છાંવ ફાઉન્ડેશનની ચાર એસિડ એટેક સર્વાઈવર રિતુ, બાલા, જીતુ અને કુંતીએ અભિનય કર્યો છે.મેઘનાનું માનવું છે કે, એસિડ એટેક સર્વાઈવર માટે આ ફિલ્મ મહત્વની છે. સર્વાઈવરોએ દિલથી આ ફિલ્મને સપોર્ટ કર્યો હતો. તેઓએ ઉમ્મીદ કરતા વધારે સારું કામ કર્યું હતું.

bollywood gossips bollywood news deepika padukone