બે કલાક અને ૫૩ મિનિટ

24 May, 2022 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આટલી લાંબી છે કમલ હાસનની નવી ફિલ્મ ‘વિક્રમ’

આટલી લાંબી છે કમલ હાસનની નવી ફિલ્મ ‘વિક્રમ’

કમલ હાસનની નવી ફિલ્મ ‘વિક્રમ’ બે કલાક અને ૫૩ મિનિટ લાંબી છે. આ ફિલ્મમાં તેમની સાથે વિજય સેતુપતિ અને ફહાદ ફાઝિલ પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ હવે અક્ષયકુમારની ‘પૃથ્વીરાજ’ સાથે ત્રણ જૂને રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની સાથે અદિવી સેશની ‘મેજર’ પણ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને લોકેશ કનગરાજ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે, જેનો રન ટાઇમ ૧૭૩ મિનિટ એટલે કે બે કલાક અને ૫૩ મિનિટ છે. મોટા ભાગે હવે આટલી લાંબી ફિલ્મો નથી બનતી. જોકે આ જ ડિરેક્ટરની છેલ્લી ફિલ્મ ‘માસ્ટર’ પણ આટલી જ લાંબી ફિલ્મ હતી. આ ફિલ્મનો અમેરિકામાં બીજી જૂને સ્પેશ્યલ પ્રીમિયર શો રાખવામાં આવશે. આ ફિલ્મમાં સૂર્યાને પણ મહત્ત્વના પાત્ર માટે સાઇન કરવામાં આવ્યો છે. ફિલ્મનું ટ્રેલર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ કરવામાં આવ્યું હતું જેને ખૂબ જ સારો પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે.

bollywood news entertainment news kamal haasan