ઇન્ડિયા - ધ મોદી ક્વેશ્ચન : ભાગલા પાડો અને રાજ કરો નીતિ પર આજે પણ બ્રિટિશરો પોતાના રોટલા શેકે છે

03 February, 2023 04:20 PM IST  |  Mumbai | Manoj Joshi

આ સીમાંકન હાંસલ કરવા માટે પૂરા દેશે નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું છે અને એ સમર્થનને કારણે જ આજે રાષ્ટ્ર દુનિયાના સૌથી અગત્યના કહેવાય એવા ટોચના પચીસ દેશોમાંથી એક બન્યું છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

બીબીસીએ બનાવેલી ડૉક્યુમેન્ટરી ‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’ થકી આ જ તો વાત પુરવાર થાય છે, ‘ભાગલા પાડો અને રાજ કરો.’ આ જે માનસિકતા છે એ માનસિકતાએ અગાઉ બ્રિટિશરોને શાસન આપ્યું હતું અને આ જ નીતિએ આ દેશના પણ બે ટુકડા કર્યા હતા. ૨૦૧૪ પછી જે પ્રકારના ભાઈચારાની સુવાસ દેશભરમાં પ્રસરી અને જે રીતે હિન્દુ-મુસ્લિમે સાથે મળીને વિકાસના રસ્તા પર આગળ વધવાનું શરૂ કર્યું એ જોઈને હવે બ્રિટિશ મીડિયા હાઉસ અને ગઈ કાલે કહ્યું એ, પેલા રાષ્ટ્રદ્રોહીના પેટમાં તેલ રેડી ગયું અને એટલે જ સેક્યુલર બનવાનો ઢોંગ કરતા આ મીડિયા હાઉસે ભાગલા પાડી રાજ કરવાની નીતિને આગળ ધરીને પોતાનું કામ કરવાનું શરૂ કર્યું.

શું કામ આ ડૉક્યુમેન્ટરી બીજે ક્યાંય નહીં અને અલીબાગ યુનિવર્સિટીમાં દેખાડવામાં આવે છે, કેમ કાશ્મીરમાં આ ડૉક્યુમેન્ટરીના શો થાય છે અને કેમ નેહરુ યુનિવર્સિટીમાં આ ડૉક્યુમેન્ટરી દેખાડવામાં આવે છે? આ પ્રશ્નો પછી મનમાં પ્રતિપ્રશ્ન પણ જન્મે છે કે જો જનતાના હિત માટે જ ડૉક્યુમેન્ટરી બનતી હોય તો કેમ બ્રિટિશ બ્રૉડકાસ્ટ કંપનીને યાદ ન આવ્યું કે લવ જેહાદ માત્ર આ દેશનો જ નહીં, વિશ્વભરનો પ્રશ્ન છે અને એમાં હજ્જારો બહેન-દીકરીઓ દુખી થઈ છે. શું કામ એ વિષય પર કામ કરવાનું ન વિચાર્યું અને શું કામ એ દિશામાં પણ વિચાર ન આવ્યો કે તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં બહેન-દીકરીઓની જિંદગી કેવી દોજખ બનાવી દીધી છે? શું કામ એ વિચાર પણ નથી આવ્યો કે યુનાઇટેડ આરબ એમિરેટ્સ કેમ આટલી ઝડપથી પ્રોગ્રેસના રસ્તે છે અને શું કામ એ વિચાર પણ નથી આવતો કે નરેન્દ્ર મોદીએ કઈ રીતે તેમના વડીલ નેતાઓએ આપેલાં વચનોનું પાલન કરવાનું શરૂ કર્યું?

આ પણ વાંચો : આવું કૃત્ય રાષ્ટ્રદ્રોહી સિવાય અન્ય કોઈ વિચારી કે કલ્પી ન શકે

બહુ સામાન્ય કહેવાય એવી જ એક વાત છે. ઈર્ષ્યા એની જ થાય જે સફળ હોય.

ભારત આજે સફળ છે અને ભારતની સફળતાએ જે નવાં સીમાંકન મેળવ્યાં છે એ અદ્ભુત છે. આ સીમાંકન હાંસલ કરવા માટે પૂરા દેશે નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું છે અને એ સમર્થનને કારણે જ આજે રાષ્ટ્ર દુનિયાના સૌથી અગત્યના કહેવાય એવા ટોચના પચીસ દેશોમાંથી એક બન્યું છે. આ નાનીસૂની સિદ્ધિ નથી, આ લગીરેય અવગણી શકાય એવી સિદ્ધિ નથી. યાદ રાખજો કે આ દેશને આજના આ સ્તરે લઈ જવા માટે જે જહેમત અને મહેનત લેવામાં આવે છે એ સહેજ પણ ઓછી ઊતરતી નથી; રોટી, કપડા ઔર મકાન. બેઝિક એવી આ ત્રણ જરૂરિયાત આજે સરકારના ધ્યાન પર છે અને એ દિશામાં નક્કર કામ થઈ રહ્યાં છે.

ઇન્ટરનેટ પર જઈને ચકાસો કે છેલ્લાં આઠ-નવ વર્ષમાં કેટલાં મકાન બન્યાં અને બનેલાં એ મકાનો કેવી રીતે યોગ્ય વ્યક્તિને મળ્યાં? ઘરના ઘરનું જે સપનું સૌકોઈ સેવતું હોય છે એ સપનું સાકાર કરવાની જવાબદારી જ્યારે એક માણસ લેતો હોય છે ત્યારે નૅચરલી દુનિયાના પેટમાં તેલ રેડાય અને એમાં પણ જો એ દુનિયામાં બ્રિટિશરો આવતા હોય તો, નૅચરલી તેમના પેટમાં તો ઍસિડ રેડાય.

columnists great britain narendra modi manoj joshi bbc