જો ઉમેદવાર આ એક કામ સારી રીતે કરી લે તો પણ તેની જીત નક્કી છે

15 April, 2019 11:01 AM IST  |  | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

જો ઉમેદવાર આ એક કામ સારી રીતે કરી લે તો પણ તેની જીત નક્કી છે

પ્રતીકાત્મક તસવીર

હા, હકીકત છે આ. કોઈ એક કામનું વર્ણન કરો એટલે બસ. કૅન્ડિડેટ જો સાચી રીતે પોતાના એ કામને ગણાવી શકશે, મતદારોને એ કામ વિશે સમજાવી શકશે તો ચોક્કસપણે મતદાર મત તેને આપશે અને એ જ થવાનું છે. આજે એ સમય છે જેમાં લોકોને પોતાનું કામ કરનાર વ્યક્તિ જોઈએ છે. લોકોને તેમનું કામ કરવા માટે મજૂર કહો તો મજૂર અને ગધેડો કહો તો ગધેડો, પણ જોઈએ છે અને એ હકીકત છે. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આક્ષેપબાજીઓ કરવાને બદલે, આક્ષેપના જવાબમાં પ્રતિઆક્ષેપ કરવાને બદલે કે પછી ગંદી ગાળો ભાંડવાને બદલે, અપશબ્દો બકવાને બદલે તમારા કામને વર્ણવવાનું કામ કરશો તો મતદાર સમજી જશે કે તમે કેટલા કામના છો અને અવળું પણ થઈ શકે છે, તમે કેટલા નકામા છો. કહેવાનો ભાવાર્થ એ કે જો તમે ઇચ્છતા હો કે તમારા હાથમાં સત્તા આવે તો કરવાનું માત્ર એટલું જ છે કે તમે જેકંઈ કામ કરી રહ્યા છો એ કામને ગણાવો, વર્ણવો. તમે જેકોઈ કામ કયાર઼્ છે એ કામને ગણાવો, વર્ણવો. અંતે જેકાંઈ બોલશે એ કામ જ હશે. તમારાં કામ જ તમારી રેખા મોટી કરશે અને તમારાં કામ જ તમને ફલક પર બેસાડવાનું કામ કરશે. કામ જ તમને સફળતા આપશે અને કામ જ તમારી સફળતાને ર્દીઘાયુ આપશે પણ એ માટે તમારે કામ વિશે બોલવું પડશે.

આ પણ વાંચોઃ વાત કરીશું એવા ગુજરાતી કલાકારોની જે આજે રાજકારણમાં પણ અવ્વલ છે

લોકસભા ઇલેક્શનમાં જેકોઈ કૅન્ડિડેટ પસંદ થયા છે એ પૈકીના એક પણ કૅન્ડિડેટ એવા નથી જેણે રાજકીય ક્ષેત્રમાં રાતોરાત પગ મૂક્યો હોય. એ વષોર્થી, કદાચ દસકાથી રાજકારણના ક્ષેત્રમાં છે અને રાજકારણ સાથે એટલે સ્વાભાવિક રીતે સમાજકારણ સાથે પણ જોડાયેલી વ્યક્તિ જ હોવાની, જે સમાજકારણ સાથે જોડાયેલા છે તેઓ સમાજસેવાનો ભાવાર્થ પણ સમજતા જ હોય. જો એવું હોય તો પહેલી વાર, જીવનમાં પહેલી વાર ટિકિટ મળી હોય અને લોકસભા લડી રહ્યા હોય તેની પાસે પણ પોતે કરેલાં કામોનો લાંબો ઇતિહાસ છે જ અને આ જ ઇતિહાસ તમારે વર્ણવવાનો છે. લોકસભા એ કૉર્પોરેશન નથી, લોકસભા એ પંચાયતનું ઇલેક્શન પણ નથી. લોકશાહીનું સૌથી મોટું ઇલેક્શન જો કોઈ હોય તો એ લોકસભા છે અને આ ઇલેક્શનની ગરિમા લજ્જાય એ શરમની વાત છે.

manoj joshi columnists news Election 2019