અત્યારની મોદી સરકારની વાત અને વિચારધારાનું મૂળ વીર સાવરકર છે

16 April, 2024 07:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના દરેક નાગરિકે આ ફિલ્મ જોવી જોઈએ જેથી સાવરકર વિરુદ્ધનો ભણાવવામાં આવેલો ખોટો અને જૂઠો ઇતિહાસ અને સાવરકરની વિચારધારાને દેશવિરોધી કઈ રીતે ચીતરવામાં આવી છે એનો ભ્રમ તૂટે.

ભારતીય જનતા પાર્ટી

ગયા અઠવાડિયે ભારતના એક સ્વાતંયવીર પર બનેલી ફિલ્મ જોઈ. એ જોઈને એક કલાકાર તરીકે ઘણો આનંદ થયો અને ભારતીય તરીકે છાતી ગજ-ગજ ફૂલી ગઈ, કારણ કે ભારતમાં અને એમાં પણ બૉલીવુડમાં પહેલી વખત આટલા ડિટેઇલિંગ, પર્ફેક્શન અને ઑથેન્ટિસિટી સાથે સ્વાતંયસૈનિક પર ફિલ્મ બની જેનું નામ છે  ‘સ્વાતંયવીર  સાવરકર’.

રણદીપ હૂડા દ્વારા લિખિત, નિર્મિત, અભિનીત અને દિગ્દર્શિત આ ફિલ્મ હૉલીવુડ સ્ટૅન્ડર્ડની ગણી શકાય. હૅટ્સ ઑફ છે આ માણસની મહેનતને. દેશમાં હંમેશાં એક જ વાતનું માર્કેટિંગ કરવામાં આવ્યું છે કે આઝાદી સત્યાગ્રહથી મળી છે, પણ આ વાત સાવ ખોટી છે અથવા એમ કહી શકાય કે ૧૦ ટકા સાચી છે. ભારતના દરેક નાગરિકે આ ફિલ્મ જોવી જોઈએ જેથી સાવરકર વિરુદ્ધનો ભણાવવામાં આવેલો ખોટો અને જૂઠો ઇતિહાસ અને સાવરકરની વિચારધારાને દેશવિરોધી કઈ રીતે ચીતરવામાં આવી છે એનો ભ્રમ તૂટે. શરીરમાં જો રોગ દાખલ થાય તો ઉપવાસ કરવાથી રોગ નથી મટતો, પણ એના પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને શરીરનાં અંગો અને જીવ બન્ને બચાવી શકાય છે. આ જ વાત સાવરકર અખંડ ભારત અને ભારતીયો માટે કરી રહ્યા હતા.

આ ફિલ્મ જોયા બાદ મને સાવરકરને વધુ જાણવામાં રસ પડ્યો. આ ફિલ્મ આજના સમયમાં એટલે સમજાશે કારણ કે અત્યારની સરકાર દેશ અને દેશવાસીઓ માટે જે કરી રહી છે અને કરવા માગી રહી છે એ વાત અને વિચારધારાનું મૂળ સાવરકર છે. સાવરકરે એ સમયે જાતિવાદનો અંત લાવી બધાને સમાન હક મળે અને ‘એક દેશ એક કાયદો’ હોય (જે આજનો સિટિઝન અમેન્ડમેન્ટ ઍક્ટ (CAA) છે),  દેશની સુરક્ષા માટે પોતાનું સૈન્ય હોય અને એનું સશસ્ત્રીકરણ થાય, દેશમાં જ નાનાથી લઈને મોટા ઉદ્યોગો સ્થપાય એવા અખંડ અને સમૃદ્ધ ભારતનું સપનું જોયું હતું જે આજનું મેક ઇન ઇ​ન્ડિયા છે. સાવરકરના કહેવા પ્રમાણે પહેલા વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજો સામે શસ્ત્ર સાથે ક્રાન્તિ કરી લીધી હોત તો દેશ ૩૦ વર્ષ વહેલો આઝાદ થયો હોત અને ભારત દેશ આજે અખંડ હોત. 
સાવરકરને રણદીપ હૂડાએ ગજબ રીતે પડદા પર અંકાર્યા છે. જીવનચરિત્રમાં પાત્રને કઈ રીતે ન્યાય આપવો જોઈએ એ આ માણસ પાસેથી શીખવા જેવું છે, આઝાદી માટે સાવરકરે પોતાનું સર્વસ્વ હોમી દીધું હતું એમ રણદીપે પણ પોતાનું બધું જ આ ફિલ્મ બનાવવા પાછળ હોમી દીધું  છે.

વધુ આવતી કાલે

અહેવાલ: જિમીત ત્રિવેદી

columnists life and style jimit trivedi bharatiya janata party narendra modi