માત્ર આર્થિક નહીં, માનસિક વિકાસ પણ કરવો હશે તો સંવિધાનમાં આ ફેરફાર કરવા પડશે

07 December, 2022 01:05 PM IST  |  Mumbai | Manoj Joshi

આપણે માનસિક અને સામાજિક સ્તરે પણ વિકાસ કરીએ અને એ વિકાસ માટે જરૂરી છે કે આપણે કેટલીક બાબતોમાં શ્રેષ્ઠ રીતે સુધારા લાવીએ અને એ સુધારા થકી માનસિક પંગુતાને દૂર કરીએ.

પ્રતીકાત્મક તસવીર

જરૂરી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને અન્ય સુવિધાઓની બાબતમાં આપણે વિકાસ કરીએ. જરૂરી છે કે આર્થિક રીતે પણ આપણે વિકાસ કરીએ અને જરૂરી છે કે આપણે સુવિધાઓની બાબતમાં પણ અગ્રેસર બનીએ, પણ એ બધી જરૂરિયાતો વચ્ચે જરૂર છે કે આપણે માનસિક અને સામાજિક સ્તરે પણ વિકાસ કરીએ અને એ વિકાસ માટે જરૂરી છે કે આપણે કેટલીક બાબતોમાં શ્રેષ્ઠ રીતે સુધારા લાવીએ અને એ સુધારા થકી માનસિક પંગુતાને દૂર કરીએ.

હા, હવે વાત કરવાની છે એ દિશાની, જે દિશામાં સંવિધાનમાં જરૂરી ફેરફારો આવે અને એ ફેરફારો સમાજ માટે લાભદાયી હોય તો સાથોસાથ ફેરફાર કરવામાં આવ્યું હોય એ સંવિધાન લોકશાહીને પણ તંદુરસ્તી આપનારું હોય. સંવિધાનમાં ફેરફાર જરૂરી છે અને છે જ અને એની જરૂરિયાતને સાચી રીતે સમજવાની જરૂર પણ છે.

દેશ આઝાદ થયો એ સમયથી આપણે એક જ સંવિધાનને ચલાવતા આવ્યા છીએ. અફકોર્સ, એમાં નાના-મોટા જરૂરી (પણ માત્ર અનિવાર્ય જરૂરી હોય એવા જ) ફેરફાર થયા છે, પણ એનો અર્થ એવો નથી કે આપણું સંવિધાન બેસ્ટ રિઝલ્ટ આપનારું બની ગયું છે. ના, જરાય એવું ધારી કે માની ન શકાય. આપણે આ દિશામાં કામ કરવું જ રહ્યું. આપણા સંવિધાનમાં બ્રિટિશરોએ પોતાની અનુકૂળતા મુજબ અનેક વાતો મુકાવી હતી, તો સાથોસાથ એ પણ એટલું જ સાચું કે એ સમયે અમુક પ્રકારના ક્રાઇમના રસ્તા પણ ખૂલ્યા નહોતા અને એટલે એ દિશા વિશે વિચાર પણ કરવામાં નહોતો આવ્યો. નૅચરલી, એ દિશાઓ હતી જ નહીં અને ક્રાઇમ થતાં ગયાં એટલે એને પરાણે જૂની ક્રાઇમ પૅટર્ન માટે જે કાયદા બન્યા હતા એમાં સમાવવાનું શરૂ થયું.

આજના સંવિધાનમાં અનેક કાયદા એવા છે જેને હટાવવાની જરૂર છે તો અનેક કાયદા એવા છે જેને અત્યંત કડક કરવાની જરૂર છે. તમને હમણાંના એક કિસ્સાની વાત કહું.

આ પણ વાંચો : આસમાને પહોંચ્યા ભાવ : સમય પસાર થયા પછી દરેક મોંઘવારી સોંઘવારીમાં પરિણમતી હોય છે

આઇપીએલની ટુર્નામેન્ટ પૂરી થયા પછી તરત જ કેટલાક લોકોએ આઇપીએલના નામે જ ટુર્નામેન્ટ શરૂ કરીને અનેક લોકોને બેટિંગમાં ફસાવ્યા અને કરોડો રૂપિયાનો સટ્ટો રમાડ્યો. પોલીસ રેઇડમાં આ આખી વાત ખુલ્લી પડી ગઈ અને બધાની અરેસ્ટ કરવામાં આવી. તમે માનશો ૨૪ કલાકમાં બધા જામીન પર છૂટી ગયા અને પોલીસ ખાતાએ કયો ગુનો નોંધ્યો?

આ પણ વાંચો : સર્વોચ્ચ નીતિ, શ્રેષ્ઠ ધ્યેયઃ રાજ કરવું ઉત્તમ છે, પણ રાજ હાથમાં રાખવા માટે નીતિ બદલવી એ હીન પ્રકૃતિ

આઇપીએલનું નામ ઇલીગલી વાપરવાનો ગુનો. હા, એ સિવાય તમારે ત્યાં કોઈ ગુનો બન્યો જ નહોતો એટલે આપણે કોઈ પગલાં લઈ શક્યા નહીં. જરા વિચાર કરો કે આપણા પોલીસ ડિપાર્ટમેન્ટનું મૉરલ કયા સ્તરે તૂટ્યું હોય, કઈ હદે એ અપસેટ થયા હોય જેમાં તે આટલી મહેનત કરીને ચાલતું ક્રાઇમ પકડે છે અને એ પછી કાયદાની છટકબારીઓના આધારે આરોપીઓ છૂટી જાય છે. સમય આવી ગયો છે, દેશના સંવિધાન પર હાથ ફેરવવાનો અને સંવિધાનમાં અમુક એવી વાતો લઈ આવવાનો, જેનો ઉપયોગ આજના સમયમાં અત્યંત ખરાબ રીતે કરવામાં આવી રહ્યો છે. સંવિધાનમાં કઈ-કઈ બાબતોનો ઉપયોગ થવો જોઈએ અને કેવી-કેવી રીતે એ ભૂલ કોઈ ન કરે એની ચર્ચા આપણે કરીશું આવતી કાલે.

columnists manoj joshi