કપડાં પોતે જ જ્યારે પરફ્યુમ બની જાય તો?

06 September, 2019 09:33 AM IST  | 

કપડાં પોતે જ જ્યારે પરફ્યુમ બની જાય તો?

પરસેવાની દુર્ગંધ મારતાં વસ્ત્રો હવે તાજેતરમાં જ નિષ્ણાતોએ કરેલી એક નવી પ્રગતિને કારણે ભૂતકાળ બની જાય એવી શક્યતા છે. એક ક્રાન્તિકારી પગલારૂપે સંશોધકોએ એવા કાપડની શોધ કરી છે જે દુર્ગંધને દૂર કરવા માટે તેની પોતાની જ સિટ્રસ (લીંબુ જેવી તરોતાજા) સુગંધ છોડે છે. ઉનાળાની ગરમ આબોહવા,તનાવયુક્ત પરિસ્થિતિ અને જિમમાં ભારે કસરતને કારણે શરીરમાં પરસેવાની દુર્ગંધ જન્મે છે.

આ પણ વાંચો: પોષક તત્ત્વોની ઊણપ ન સર્જાય એ માટે શું કરવું?

પણ હવે વસ્ત્રો આ સંકોચમાં મૂકી દેતી ગંધને દૂર કરીને ખુશ્બૂ ફેલાવી શકે એવી શોધ થઈ ગઈ છે. વિજ્ઞાનીઓએ એવાં સ્માર્ટ ફૅબ્રિક્સ વિકસાવ્યાં છે જે પ્રકાશ, તાપમાન કે મેકૅનિકલ સ્ટ્રેસ જેવાં ઉદ્દીપકો સામે રંગ બદલીને, ઇલેક્ટ્રિકલ સિગ્નલ જેવી પ્રતિક્રિયા આપે છે એટલું જ નહીં, પોર્ટુગલની યુનિવર્સિટી ઑફ મિન્હોના બાયોલૉજિકલ એન્જિનિયર્સે એવું કૉટન ફૅબ્રિક બનાવ્યું છે જે પરસેવાની ગંધના પ્રતિભાવમાં લેમનગ્રાસમાંથી બનાવેલા સેન્ટની સુગંધ ફેલાવે છે.

 

columnists gujarati mid-day