midday

જે આગમાં ૯૪૦૦ ઘરો બળી ગયાં ત્યાં ફરીથી જીવન સ્થાપવાની જદ્દોજહદ શરૂ

20 April, 2025 03:08 PM IST  |  California | Gujarati Mid-day Correspondent

કૅલિફૉર્નિયાના ઍલ્ટાડેના શહેરમાં લગભગ પચીસ દિવસ ચાલેલી આગ ઓલવાયા પછી નવેસરથી ત્યાં ઘર બનાવવા માટે યુગલો જાતે મંડી પડ્યાં છે
કૅલિફૉર્નિયાના ઍલ્ટાડેના શહેરમાં જંગલી આગ ફાટી નીકળી

કૅલિફૉર્નિયાના ઍલ્ટાડેના શહેરમાં જંગલી આગ ફાટી નીકળી

૨૦૨૫ની શરૂઆત થતાં જ ઍસ્ટ્રોલૉજરોએ આ વખતે આગ લાગવાના કેસ બહુ બનશે એવી આગાહી કરેલી. હજી અઠવાડિયું માંડ પૂરું થવામાં હતું ત્યાં ૭ જાન્યુઆરીની સાંજે કૅલિફૉર્નિયાના ઍલ્ટાડેના શહેરમાં જંગલી આગ ફાટી નીકળી. આ આગ એટલી ઝડપથી એક પછી એક ઘરને ચપેટમાં લેતી ગઈ કે લગભગ ૧૪,૦૦૦ એકરમાં આગની જ્વાળાઓ ફેલાતી ગઈ. આગ શમાવવાના અથાગ પ્રયત્નો પછી આખરે ૩૧ જાન્યુઆરીએ આગ શમી. જોકે એ પછી પણ એ વિસ્તાર ગરમી અને અંગારાથી ધગધગતો રહ્યો હતો.

આ વિસ્તારનાં લગભગ ૯૪૦૦ ઘરો બળીને ખાખ થઈ ગયાં છે. વર્ષોની બચત અને પ્રેમથી સજાવેલો સંસાર ઊજડી ગયો. આગ શમી એને મહિનાઓ થઈ ગયા પછી હવે એ વિસ્તારમાં બહુ ગણ્યાગાંઠ્યા લોકો જીવનને ફરીથી ત્યાં જ સ્થાપવા તૈયાર થયા છે. લેટિસિયા સેરાફિન અને પૉલ ફોન્સેકા નામનું એક કપલ જૂના ઘરને ફરીથી બેઠું કરવા માટે કમર કસી રહ્યું છે. ઘર ગુમાવ્યા પછી તેઓ ડોનેશનમાં મળેલા ટ્રાવેલ ટ્રેલરમાં જીવન વિતાવે છે. સ્થાનિક બળેલા-તૂટેલા ઘરના કાટમાળને ખસેડવાનું કામ શરૂ થઈ ગયું છે. હવે તેમણે પોતાનું જૂનું ઘર જ્યાં હતું એની સામે જ ધામા નાખ્યા છે.

ટ્રાવેલ ટ્રેલરમાં બેસિક જરૂરિયાતની ચીજો અને પાળેલા ડૉગ સાથે કપલ રહે છે. પચીસ વર્ષથી જે ઘરને ધીમે-ધીમે સજાવ્યું હતું એ અત્યારે હતું નહોતું થઈ ગયું હોવા છતાં કપલ એને બેઠું કરવા લાગી પડ્યું છે.

california fire incident wildlife environment travel news travel internatioal news news world news columnists gujarati mid-day