અમદાવાદ, વડોદરા, સુરત સહિત દેશભરમાં ઝોમેટો કરશે 56 કરોડનું રોકાણ

01 May, 2019 11:44 AM IST  |  અમદાવાદ

અમદાવાદ, વડોદરા, સુરત સહિત દેશભરમાં ઝોમેટો કરશે 56 કરોડનું રોકાણ

ઝોમાટો શરૂ કરશે નવા વેર હાઉસિસ

ઓનલાઈન રેસ્ટોરન્ટ ગાઈડ અને ફૂડ ઓર્ડરિંગ ફર્મ ઝોમેટોએ કહ્યું કે જેઓ દેશભરમાં 2020 સુધીમાં 56 કરોડના ખર્ચે 20 વેરહાઉસ ખોલવાનો પ્લાન કરી રહી છે. ઝોમેટો પોતાના B2B પ્લેટફોર્મ હાઈપરપ્યોર માટે આ પ્લાનિંગ કરી રહી છે.

કંપનીના હાલ બેંગાલુરુ અને દિલ્હીમાં વેર હાઉસ છે. અને તેઓ વધુ વેર હાઉસ ખોલવાનું વિચારી રહ્યા છે. હાઈપરપ્યોરની મદદથી કંપની એક આખી સપ્લાઈ ચેઈન ચાલુ કરવાનું વિચારી રહી છે. જેનાથી તે તાજા અને શુદ્ધ વસ્તુઓ પુરી પાડશે. જે સીધા ખેડૂતો, મિલ્સ સાથે કામ કરશે.

આ પણ વાંચોઃ જાણો, આ કારણથી Zomato એ ભારતભરમાંથી 5000 રેસ્ટોરન્ટસ ડિલિસ્ટ કરી

ઝોમેટોના નવા વેર હાઉસ અમદાવાદ, દિલ્હી, બેંગાલુરૂ, મુંબઈ, પુના, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા, જયપુર, ચંડીગઢ, નાગપુર, લખનૌ, વડોદરા, સુરત, ગોવા, આગ્રાનો સમાવેશ થાય છે.

gujarat surat ahmedabad vadodara