સુરક્ષા અને સલામતી આધારીત MyGate સ્ટાર્ટઅપે ગુજરાતમાં શરૂઆત કરી

28 November, 2019 04:26 PM IST  |  Ahmedabad | Adhirajsinh Jadeja

સુરક્ષા અને સલામતી આધારીત MyGate સ્ટાર્ટઅપે ગુજરાતમાં શરૂઆત કરી

માયગેટ (PC : YourStory)

આજકાલ સ્ટાર્ટઅપ કંપનીઓ ભારતમાં સફળતાપુર્વક આગળ વધી રહી છે. ત્યારે ભારતની વધુ એક સફળ સ્ટાર્ટઅપ ગણાતી બેંગલોરની સિક્યોરિટી સોલ્યુશન કંપની ગુજરાતમાં પોતાનો ફેલાવો કરવા તૈયાર ગઇ છે. બહું ઓછા સ્ટાર્ટઅપ હોય છે કે જે પોતાના શરૂઆતના સમયમાં ગુજરાતમાં કામ કરવા તૈયાર થતી હોય છે. તેવામાં MyGate સિક્યોરિટી કંપનીએ ગુજરાતના મેગા શહેર અમદાવાદમાં પોતાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેની કંપનીએ ગુરૂવારે જાહેરાત કરી હતી.

MyGate ભારતના સફળ સ્ટાર્ટઅપમાની એક કંપની ગણવામાં આવે છે
MyGate એ બેંગ્લોર સ્થિત સિક્યોરિટી અને મેનેજમેન્ટ સોલ્યુશન સ્ટાર્ટઅપ કંપની છે જે આજથી 4 વર્ષ પહેલા શરૂ થઇ હતી. જે હવે ગુજરાતમાં પોતાના શાખા વિસ્તારી રહી છે. માયગેટ કંપનીએ અમદાવાદમાં 3 મહિના પહેલા પોતાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ દરમ્યાન કંપનીએ શહેરમાં આશરે 14,000 ઘરમાં જોડાયેલી છે. જેને પગલે હવે અમદાવાદ બાદ વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ગાંધીનગરમાં પણ શરૂ કરશે.

1 વર્ષમાં ગુજરાતના 1.5 લાખ ઘરોને સુરક્ષા કવચ આપશે
MyGate ગુજરાતમાંઆગામી 1 વર્ષમાં ગુજરાતમાં દોઢ લાખ ઘરોને સુરક્ષા કવચ આપવા માગે છે. માયગેટ અમદાવાદમાં ઑન ગ્રાઉન્ડ ટીમ ધરાવે છે, ઉપરાંત તેમણે ગુજરાતના અન્ય શહેરોમાં પણ નવી ટીમ સ્થાપવાની પ્રક્રિયા કરી છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

MyGate સુરક્ષા અને સલામતી આપતી મોબાઇલ એપ
MyGate
એપ રહેવાસીઓને સુરક્ષા અને સલામતી આપતી મોબાઈલ એપ સિસ્ટમ છે. માયગેટ સાથે બધી એન્ટ્રીઓ અને એક્ઝિટ્સ ડિજિટલ રીતે મંજૂર અને લોગ્ડ હોય છે. માયગેટમાં ઈ-ઈન્ટરકોમ, ચાઈલ્ડ સેફટી એલર્ટસ, સ્ટાફ મેનેજમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રકચર મુક્ત વ્હીકલ મેનેજમેન્ટ, ટચલેસ રેસિડેન્ટ આઈડેન્ટિફિકેશન, કલબ હાઉસ એક્સેસ મેનેજમેન્ટ અને એડમીન ડેશબોર્ડ રીપોર્ટિંગનો સમાવેશ થાય છે.

gujarat business news ahmedabad