રિલાયન્સ કંપની 10 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવનાર દેશની પહેલી કંપની બની

28 November, 2019 01:13 PM IST  |  Mumbai

રિલાયન્સ કંપની 10 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવનાર દેશની પહેલી કંપની બની

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી

ભારતની ટોચની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) એ પોતાના નામે વધુ એક સિદ્ધી મેળવી છે. રિલાયન્સ કંપનીએ 10 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ વાળી દેશની પ્રથમ કંપની બની છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE India) પર રિલાયન્સના શેરમાં ગુરુવારે 0.7 ટકા તેજી આવવાથી વેલ્યુએશનમાં 5 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો. બુધવારે 9 લાખ 95 હજાર કરોડ રૂપિયા હતી. કંપનીએ એક સપ્તાહમાં બીજો રેકોર્ડ બનાવ્યો. ગત મંગળવારે 9.5 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ સુધી પહોંચનારી પ્રથમ ભારતીય કંપની બની હતી. કંપની 18 ઓક્ટોબરે 9 લાખ કરોડ રૂપિયા પર પહોંચી હતી.

RILએ રોકાણકારોને આ વર્ષે 40 ટકા રિટર્ન આપ્યું
રિલાયન્સનો શેર ગુરુવારે કારોબાર દરમિયાન આ સ્તરે પહોંચ્યો. બુધવારે 0.7 ટકાના વધારા સાથે 1569.75 રૂપિયા પર બંધ થયો હતો. રિલાયન્સના શેરે આ વર્ષે રોકાણકારોને 40 ટકા રિટર્ન આપ્યું છે. બ્રોકરેજ ફર્મોનું રેટિંગ વધવા અને ટેલિકોમ બિઝનેસ સતત ફાયદામાં રહેવાને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં થોડા દિવસોથી સતત તેજી છે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

રિલાયન્સ ગત સપ્તાહે વિશ્વની 6 અગ્રણી એનર્જી કંપનીઓના કલબમાં સામેલ થઈ
કંપની એનર્જી સેકટરમાં વિશ્વની પ્રમુખ કંપનીઓના અલીટ કલબમાં સામેલ થઈ ગઈ હતી. આરઆઈએલ હવે વિશ્વની છઠ્ઠી મોટી લિસ્ટેડ ઓઈલ કંપની છે. રિલાયન્સે માર્કેટ કેપમાં ગત મંગળવારે બ્રિટિશ કંપની બીપીને પાછળ છોડી દીધી હતી. રિલાયન્સની હાલની માર્કેટ કેપ 140 અબજ ડોલર(10 લાખ કરોડ રૂપિયા) છે. બીપીની 128 અબજ ડોલર છે. પહેલા નંબર પર અમેરિકાની અક્સોન મોબિલ છે. તેની માર્કેટ કેપ 290 અબજ ડોલર છે.

ભારતની ટોપ 5 મોટી કંપનીઓ માર્કેટ કેપના હિસાબથી

કંપનીનું નામ                        માર્કેટ ટેપ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)       10 લાખ કરોડ
ટીસીએસ (TCS)                  7.80 લાખ કરોડ
એચડીએફસી (HDFC)            6.95 લાખ કરોડ
હિન્દુસ્તાન યુનિલીવર (HUL)    4.49 લાખ કરોડ
એચડીએફસી (HDFC ltd)       4 લાખ કરોડ

આ પણ જુઓ : રાધિકા મર્ચન્ટ નીતા અને મુકેશ અંબાણી સાથે વરલીના NBA ગેમ્સમાં જોવા મળ્યા

Reliance અગામી 2 વર્ષમાં 200 અબજ ડોલર સુધી પહોંચી શકે છે: રિપોર્ટ
મેરિલ લિન્ચે ગત મહિને જાહેર કરેલા એક રિપોર્ટ મુજબ રિલાયન્સના ન્યુ કોમર્સ અને બ્રોડબેન્ડ બિઝનેસની મદદથી અગામી 24 મહીનામાં એટલે કે 2 વર્ષમાં કંપનીની માર્કેટ કેપ 200 અબજ ડોલરને પણ વટાવી શકે તેવી સંભાવના છે.

business news reliance mukesh ambani bombay stock exchange national stock exchange